________________
ભૌતિક પદાર્થો અને અનેક આકારવાળી આ દુનિયામાં દેહધારી અન્ય પૌદ્ગલિક પદાર્થોને ગ્રહણ કરીને જીવે છે. વનસ્પતિ આદિના શરીરોનો ઉપભોગ કરીને અર્થાત દેવું કરીને જીવીએ છીએ. આ દેવું ભરપાઈ કર્યા વગર છૂટકો નથી. માટે ત્યાગ વૈરાગ્ય વગર આપણે છૂટી શકતા નથી. તે માટે ગુરુગમે જ્ઞાનનો અભ્યાસ જરૂરી છે. [૬૯૦]
અપ્રગટ
મંત્રના મંગલકારી શબ્દ દ્વારા અંતરશક્તિ જાગૃત થાય છે. ‘મંતૃ’ ધાતુ પરથી મંત્ર શબ્દ બન્યો છે. મંતૃ એટલે ગુપ્ત – અપ્રગટ બોલવું. ગુપ્ત અનુભવ જેનાથી થાય તે મંત્ર. વ્યવહારથી માંડીને અધ્યાત્મ ક્ષેત્રે સર્વત્ર બાવન માતૃકા શબ્દમાંથી ભાષાનું સંયોજન થાય છે. સવિશેષ પવિત્ર શક્તિયુક્ત શબ્દોનું સમ્યગ્ સંયોજન તે મંત્ર. તેની શુદ્ધિ જળવાય તો તે ઉપકારી છે, એ સંયોજનમાં અસમતુલા આવે તો તે અભિશાપ બને છે. [૬૯૧]
1
જેમ વનસ્પતિના દરેક મૂળમાં ઔષધીય ગુણ છે. ભવ્ય જીવમાં મોક્ષની પાત્રતા છે. તેમ દરેક અક્ષર મંત્રની ક્ષમતા ધરાવે છે, તેની યોગ્ય સંયોજના થવી જોઈએ. તે ઘણી દુર્લભ છે. મંત્ર એ સત્પુરુષોનું હૃદય છે. મંથન છે, અને નિષ્કારણ કારુણ્ય છે. [૬૯૨]
-
મંત્રો અભ્યુદય – એટલે સાંસારિક સંતાપ દૂર કરનારા છે અને નિઃશ્રેયસ એટલે આધ્યાત્મિક પ્રગતિ કરનારા છે. અર્થાત્ જેમ ધર્મ ધનના અર્થીને ધન પ્રાપ્તિનું નિમિત્ત બને છે. તેમ મુક્તિના અર્થીને મુક્તિની પ્રાપ્તિનું નિમિત્ત બને છે. [૬ ૯૩]
ધર્મ ચમત્કારસર્જક નથી. ચમત્કાર છે, તો માનવને મુક્તિએ પહોંચાડનાર છે. પરંતુ આ જગતમાં સૌને ચમત્કારો ગમે છે તે દર્શાવનારાની પણ એક પ્રતિષ્ઠા છે. કહે છે તપ કરવું સહેલું છે પણ માનય કરવો, સમતા રાખવી મુશ્કેલ છે. પુણ્યથી ચક્રવર્તીપદ મળવું સહેલું છે પણ મળ્યા પછી ભોગ, સત્તા, મદ છૂટવા કઠણ છે. અન્યના ગુણ જોવા અને પોતાના દોષ જોવા કઠણ છે. ગુણી
૧૯૪ * અમૃતધારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org