________________
નિરાકુળ જીવન ચાહે છે. તેની પ્રાપ્તિ શુદ્ધ જીવન વડે હોય છે. જીવન શુદ્ધિ સાથે સાચા સુખ શાંતિનો એકમેવ સંબંધ છે. જીવનમાં મલિન ભાવો, રાગાદિ હોય બીજી બાજુ ભૌતિક સાધન સંપન્નતા હોય તો પણ તેમાં મનુષ્યને શાંતિ કે નિરાકુળ સુખ ન હોઈ શકે. કારણ કે જેમાં જે વસ્તુ જ નથી તે કેમ પ્રાપ્ત થાય !
[૭૦]. વળી કથંચિત કોઈ જીવ ધાર્મિક ક્રિયા પ્રવૃત્તિ કરતો હોય પણ જો જીવન શુદ્ધ ન હોય, પૂર્ણતાનું ધ્યેય ન હોય તે પ્રવૃત્તિ સંસારવૃદ્ધિનું કારણ બને છે. જીવનું અજ્ઞાનવશ લક્ષ સંસારના સુખ પ્રત્યે રહેલું છે. તે મંતવ્ય
જ્યાં સુધી બદલાય નહિ, ધ્યેય પૂર્ણતાનું ન થાય ત્યાં સુધી મનોભાવ પૂર્ણતામાં પરિવર્તિત ન થાય ત્યાં સુધી સંસાર ક્ષય થતો નથી. ધર્મ પ્રવૃત્તિ પણ પૂર્ણતાના લક્ષે યથાર્થરૂપ હોવી ઘટે.
[૭૧] યદ્યપિ ધાર્મિક ક્રિયા, તપ, જપ, આદિમાં કથંચિત કષાયની કંઈ મંદતા જણાય છે. તેથી ચારિત્રમોહનીય મંદ થતું લાગે, ત્યારે પણ તે તે ક્રિયામાં કર્તા આદિ અહમુભાવો દર્શનમોહરૂપે કામ કરે છે તેથી જીવનું પરિભ્રમણ સંક્ષેપ પામતું નથી. તે માટે સાધકે જાગૃત રહી અંતર નિરીક્ષણ કરવું. તેનું લક્ષ આત્મસ્વરૂપ પ્રત્યે થયું છે કે નહિ? પૂર્ણતાનું ધ્યેય દઢપણે થયું છે કે નહિ? અંતઃકરણની શુદ્ધતા અનુભવમાં આવે છે? જો જવાબ ‘હા’ નથી તો તે કરેલા ધર્માનુષ્ઠાનો શુભભાવરૂપે પરિણમી વળી કષાયોની મંદતામાં જ ધર્મ માની જીવે ત્યાં જ અટકી જશે. અને પરિભ્રમણનું કારણ મિથ્યાત્વ ઊભું જ રહેશે.
[૭૨] જે દ્રષ્ટિમાં દ્રષ્ય જણાય તે સમ્યગ્દર્શન પૂર્ણતાના લક્ષવાળા સાધકનું જીવન મંતવ્ય ઘણું ઊંડાણવાળું અને ગાંભીર્યયુક્ત હોય છે. સૌપ્રથમ તે જાગૃત હોય છે, અંતરના સંશોધનમાં પ્રવૃત્ત હોય છે. આથી મિથ્યાત્વ અતિ મંદતા પામે છે. સાધકદશા હોવાથી હિતાહિત, પ્રયોજનભૂત કાર્ય કે અપ્રયોજનભૂત કાર્યમાં ખૂબ સૂક્ષ્મ વિચારને પ્રયોજે છે. અંતરંગનો ઉલ્લાસ છે. બાહ્ય ઉદાસીનતા છે.
૧૮ અમૃતધારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org