________________
જેમ જેમ ઉપયોગરૂપ પરિણામની શુદ્ધિની વૃદ્ધિ થાય તેમ તેમ આત્માની ઇન્દ્રિયોના વિષયોમાં વિરક્તિ થતી જાય છે એવા નિર્મળ અને સ્થિર મન-ચિત્તમાં શુદ્ધાત્માનું દર્શન થાય છે. ઇન્દ્રિયોની વૃત્તિ, પ્રવૃત્તિ કે નિવૃત્તિમાં મનની જ મુખ્યતા છે, માટે સર્વથી પહેલાં મનને સંયમમાં રાખવું. જેથી ઇન્દ્રિયો સ્વયં શાંત થાય છે. આમ મનના સંકલ્પવિકલ્પની જાળ દૂર થવાથી અને ઇન્દ્રિયોનો વિષય વ્યાપાર રોકાઈ જવાથી સાધન નિર્મળ એવા ઉપયોગ દ્વારા આત્મસ્વરૂપનું અનુભાવન કરે છે. -
[૨૯] ભાવમન - ઉપયોગમાં રાગાદિ સંકલ્પ વિકલ્પ કે સુખદુઃખના પરિણામ થાય, ઇન્દ્રિયોની વાસના ઉત્પન્ન થાય ત્યારે ઉપયોગને દઢપણે ત્યાંથી પાછો ખેંચી શુદ્ધાત્મા પ્રત્યે જોડવો, આ કંઈ સરળ નથી પણ વારંવાર અભ્યાસચિંતન કરવાથી શુદ્ધાત્મસ્વરૂપ પ્રગટ થાય
[૨૮] જો સાધક પુનઃ પુનઃ આત્મચિંતન કરતો નથી ઈષ્ટાનિઝ બુદ્ધિ દ્વારા ચિંતા કરે છે, તે આર્તધ્યાન હોવાથી ઇંધણથી અગ્નિ વધે તેમ સંસાર જ વૃદ્ધિ પામે છે. યદ્યપિ જીવ મોક્ષની ભાવના કરે છે, તે માટે તપ જપ, ત્યાગ કરે છે. અરે સંયમમાં આવતા પરીષહોને સહન કરે છે, પરંતુ આ નપુંસક એવું મન રાત્રિદિવસ બાહ્ય પદાર્થોમાં ભમ્યા કરે છે.
[૨૮૧] " હે સાધક ! તું એ મનને પૂછ તો ખરો કે એ અન્ય પદાર્થોમાંથી શું મેળવે છે? કેવળ આધિ વ્યાધિ કે ઉપાધિમાં સપડાય છે. ત્યાં શું મેળવે છે? કેવળ ચિંતા જ પ્રાપ્ત કરે છે શા માટે ! મનમાં રાગાદિભાવ પેદા થાય છે, તે ચિંતાનું કારણ છે. તને તેમાં શાંતિ છે “ના” તો પછી એ પરની પળોજણ ત્યજી અને નિજઘરમાં જઈને વસ. ત્યાં ચિંતારહિત સુખ છે.
[૨૮૨ આત્મા નિત્ય પરિણામ સ્વભાવી છે, તે જ્યારે દાનાદિ જેવા
૭૬ અમૃતધારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org