________________
નિજપરિણામ એ જ નિશ્ચયથી મોક્ષમાર્ગ છે. આ સ્વભાવના પરિણમનનું બાધક દર્શનમોહનીય છે, તેના ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થવાથી જ સ્વભાવપરિણમનરૂપ યોગ્યતા (તથા ભવ્યત્વ) ઉત્પન્ન થાય છે. તે જીવ નિકટ મુક્તિગામી છે. અન્યથા જીવ દીર્ઘ સંસારી છે, કારણ કે તેનું અંતરંગ ઉપાદાન કારણ અશુદ્ધ છે.
[૨૭૫] આત્માના રાગાદિ પરિણામોમાં પુગલના જ્ઞાનાવરણાદિ પરિણમનનું નિમિત્તકારણ છે અને પુદ્ગલના જ્ઞાનાવરણાદિ પરિણમનનું નિમિત્તકારણ આત્માના રાગાદિ પરિણામો છે. તે જ સમયે અન્યોન્ય નિમિત્ત કારણ નથી થતા, બંનેની સર્વથા જુદાઈ થઈ જાય છે એટલે આત્માના રાગાદિ પરિણામ પુગલોના પરિણામોમાં નિમિત્ત નથી થતા અને પુદ્ગલો આત્માના પરિણામોમાં નિમિત્ત નથી થતા, અર્થાત્ સંપૂર્ણ ભિન્ન થાય છે ત્યારે આત્મા મુક્ત થઈ જાય છે. [૨૭૬]
સ્વસંવેદન જ્ઞાનગુણ = જડ ચેતન આદિ સમસ્ત વસ્તુઓના ભોગ્ય કે ઉપભોગ્ય રહિત જીવના જે પરિણામ છે તે સ્વસંવેદન જ્ઞાનગુણ છે, તે દ્વારા શુદ્ધ આત્માનો અનુભવ થાય છે. આ અનુભવ એ ધર્મધ્યાન કે શુક્લધ્યાન છે.
[૨૭૭]. પરિણામની વિચિત્રતા?
કોઈ જીવ નિત્ય નિગોદમાંથી નીકળી વ્યવહારરાશિમાં આવી મનુષ્યપણું પામી મિથ્યાત્વથી છૂટી અંતરમુહૂર્તમાં કેવળજ્ઞાન પામી મોક્ષ પ્રાપ્ત કરે છે, ત્યારે વળી કોઈ જીવ સાધના કરી મુનિપણે રહી ઉપશાંતમોહ ગુણસ્થાન એવા અગિયારમા ગુણસ્થાનેથી પડી મિથ્યાષ્ટિ થઈ. કથંચિત અર્ધપુદ્ગલ પરિવર્તનકાળ સંસારનું પરિભ્રમણ કરે છે.
વળી સંસારમાં જીવોના પરિણામ દ્વારા જ જીવો અનેક પ્રકારનાં દુઃખો ભોગવે છે, ક્યારેક અલ્પપુણ્યથી સુખ ભોગવે છે. માટે પરિણામને અશુભથી બચાવવા ઉપયોગ રાખવો.
રિ૭૮]
અમૃતધારા ૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org