SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ આથી જ્ઞાનીઓએ ઘર-કુટુંબ ત્યજીને વનને ઉપવન બનાવ્યું. [૯૬૯] આપણા મનની મલિનતા એવી છે કે આપણે જ શાંતિથી રહી શકતા નથી. તે મનમાં પ્રભુને પધરાવવાનું આપણે નિમંત્રણ આપીએ છીએ. આપણા શબ્દોથી પ્રસન્ન થઈને કદાચ પ્રભુ આવે તો પણ આપણા હૃદય પાસે આવીને પાછા ફરી જાય તેવું આપણું મન છે. હે માનવ ! મનને દોષોથી દૂર કરી નિર્મળ રાખ, જ્યાં પ્રભુને વસવાનું મન થાય. અર્થાત્ તારામાં રહેલો પ્રભુ સ્વયં પ્રગટ થાય. [૯૭૦] દુઃખની વેદના આર્તધ્યાન છે. દોષોની વેદના ધર્મધ્યાન છે. અનુકૂળતામાં આનંદ પણ આર્તધ્યાન છે. આરાધનાનો આનંદ શુભધ્યાન છે. [૯૭૧] પાંચે ઇન્દ્રિયોના વિષય સેવનમાં સ્થાવર જીવોની હાનિ છે. ચારે કષાયોના સેવનમાં ત્રસ જીવોની વિરાધના છે. વિષયોમાં આસક્ત બનવાની સજા એ છે કે સ્થાવર કાયમાં જન્મ, દીર્ઘકાળનો વાસ. કષાયોમાં મસ્ત રહેવાની સજા તિર્યંચ યોનિમાં સ્થાન કેવળ પરાધીનતાનું દુઃખ. આ કર્મસત્તા આપણા માનવજન્મને વ્યર્થ બનાવે છે. માનવ જો વિષયોથી વિરક્ત બને કષાયથી અનાસક્ત બને તો કર્મસત્તા તેને સ્પર્શવા સમર્થ નથી. [૯૭૨] પોતા તરફ્થી અન્યને ભય પેદા ન થાય એવી જીવનશૈલી એનું નામ અભયદાન. અભયદાન આપવાનું નથી હોતું સામો જીવ અભય સહજ જ પામતો જાય છે. [૯૭૩] આપણા જીવનની કેવી દીનતા ને હીનતા છે કે નિત્ય એવા આત્માનો આધાર લઈ અનિત્ય એવું શરીર ઉત્પન્ન થયું. અનિત્ય એવા એ શરીરે નિત્ય એવા આત્મા પર એવું આધિપત્ય જમાવ્યું કે પોતે જ પોતાની નિત્યા વીસરી ગયો. [૯૭૪] પદાર્થો પ્રત્યે મૂર્છા, તે મેળવવાની સતત આકાંક્ષા એટલે એ Jain Education International અમૃતધારા *૨૬૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy