SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ અચાનક આંધી તોફાન ચઢી આવ્યાં માર્ગમાં ચાલવાની પણ મુશ્કેલી હતી ક્યાંય રોકાઈ શકાય તેવું ન હતું. મહા મુશ્કેલીએ ગામની નજીર પહોંચ્યા. કપડાં ખૂબ ભિંજાઈ ગયાં હતાં. પગ કાદવથી ખરડાઈ ગયા હતા. શરીર થાકથી ભરાઈ ગયું હતું. સંતે શિષ્યને પૂછ્યું વાસ્તવિક સાધુ કોણ હોય? શાસ્ત્રજ્ઞાન હોવું, ઉપદેશ આપવો, અંધને દેખતો કરવો, વન્યપશુઓથી નિર્ભય રહેવું, શરીરનાં કષ્ટો સહેવાં આટલી જ સાધુતા નથી. સાંભળ, આપણે હમણાં જે ગામે પહોંચશું હજી રાત છે. ધર્મશાળાના બારણાં પર ટકોરા લગાવીશું દ્વારપાળ પૂછશે, કોણ છો ? “અમે બે સાધુ એ દ્વારપાળ આવેશમાં બોલશે ભિખારીઓ, માંગણ, ચાલી જાવ અહીં જગા નથી. અને બારણું બંધ કરે. ત્યારે મનોદશા કેવી થાય? ૪િ૬૮] આપણે પુનઃ બારણાને ટકોરા વગાડીશું. ઠંડીથી શરીર ધ્રૂજી રહ્યું છે. ભૂખ તરસ લાગી છે. દ્વારપાળે દ્વાર ખોલ્યું અને લાકડીથી પ્રહાર કર્યા. અને અપશબ્દ બોલ્યો. છતાં આપણા ચિત્તમાં કોઈ તરંગ ન હોય, જેમ સાધનાકાળમાં ધ્યાનસ્થ દશામાં ચિત્ત શાંત હોય એ જ શાંતિનો અનુભવ અને દ્વારપાળમાં પ્રભુનાં દર્શન થાય ત્યારે અંતરમાં સાધેલી સાધના પ્રગટ થાય. આપણે માથે કોઈ સગડી સળગાવવાનું નથી. ફક્ત આટલું જ બને આપણી સાધના પ્રગટ થાય. જીવન ધન્ય બની જાય. ૪૬૯] ઉપાદાન-નિમિત્ત. અન્યોન્ય અપેક્ષિત છે. ઉપાદાન નિજશક્તિ છે. નિમિત્ત સંયોગજનિત અન્ય દ્રવ્યની અવસ્થા છે. સંસારી જીવો મહદ્દઅંશે નિમિત્તાધીન હોય છે. કારણ કે આત્મશક્તિનું માહત્ય જાયું નથી. સમજ્યો નથી. એટલે ભૂમિકાનુસાર જ્ઞાનીઓ પુષ્ટ અવલંબનનું નિરૂપણ કરે છે. જો નિમિત્ત શુદ્ધ અને પુષ્ટ હોય તો આત્માની શક્તિ ઉપાદાનની સબળતા પ્રગટ થાય છે. છતાં કેવળ નિમિત્તથી કાર્ય થાય તેવું પણ નથી. ઉપાદાન નબળું હોય તો પુષ્ટ અવલંબન કાર્યકારી થતાં નથી. ૪િ૭૦). ૧૨૮ અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy