SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ માટે તે તે પરિસ્થિતિમાં પ્રારબ્ધનો સ્વીકાર કરવો, પ્રારબ્ધ પર શ્રદ્ધા રાખી યોગ્ય પુરુષાર્થ કરવો, આકુળતા ન કરવી. સહજભાવે પ્રારબ્ધનો સ્વીકાર કરવો અને આત્મચિંતનનો સહારો લેવો જેથી પ્રારબ્ધ સહજ ભોગવાઈ જાય અને આત્મા સંસારથી મુક્ત થાય. [૬૪૫] બંધાયેલાને મુક્ત થવાનું છે. અજ્ઞાન છે ત્યાં જ્ઞાનને પ્રગટ કરવાનું છે. જ્ઞાન થતાં બંધનમુક્તિના ભેદ ટળી જાય છે. જ્ઞાની જાણે છે જે કંઈ થાય છે તે થાય છે. હું કર્તા નથી તેથી ભોક્તા નથી. [૬૪૬] “આમ છતાં આજે ધર્મક્ષેત્રે કેવી ભ્રાંતિ ચાલી છે? તીર્થંકરાદિકના ગુણે કરી ૧૦૦૮નો મહિમા છે. શુદ્ધાત્માનું સામર્થ્ય છે. તે કેવું સહેલું થઈ ગયું ! આત્મા એક, ૧૦૦૮ મનાવતો થયો. ત્યાગ લઈને નીકળ્યો અસંગ થવા માટે અને કેટલા સંગનો, સ્થાનોનો, આશ્રમોનો વિસ્તાર કર્યો! તેમાં જો ત્યાગથી ચૂક્યો તો જનઉત્કર્ષને નામે કેવા વૈભવમાં, શરીરની સેવામાં, લોકથી વીંટળાયેલો. ક્યાં પવિત્રતાનું ગુણાત્મક સ્વરૂપ, ક્યાં ત્યાગ વૈરાગ્યમય અસંગતા અને ક્યાં દેહાધ્યાસરહિત તપતિતિક્ષા અને આરાધના ? મનોહનીય કર્મની આ કળા-જાળમાં ભલભલા ફસાઈ ગયા ! માન તો એવું કોટે વળગ્યું કે તેવા મેળાવડા વગર જીવન શુષ્ક લાગે !” [૬૪]. આમાં ઘણાં કારણો હોય, કોઈ ઉદય માને. ભાઈ ! જ્ઞાન હોય ત્યાં તો બધું છૂટવા માંડે, સંસાર વૃદ્ધિ ન પામે. અને જ્ઞાન જાગતું હોય તે તો જાણે કે હું કંઈ બનું કે બીજાને બનાવું પણ કર્મ ભૂલથાપ નહિ ખાય. પ્રામાણિકપણે અંતર નિરીક્ષણ વગર આ માયાજાળ ભલભલા માંધાતાને છેક નીચે જ્યાંથી નીકળ્યા હતા ત્યાં જ પહોંચાડી દીધા નિગોદ) એ માત્ર કથાનક નથી ગેરમાર્ગે દોરતા અને દોરાવતા જીવોની દશાની વાસ્તવિકતા છે. સ્વને જ ગુમાવવાનું છે. [૬૪૮] “મેં જાણ્યું એ લિંગ નપુંસક સકલ મરદને ઠેલે બીજી વાત સમરથ છે એનર તેહને કોઈન જેલે” શ્રી આનંદઘનજી અમૃતધારા ક ૧૮૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy