________________
આમ તો ઘણા વૈભવ, ગૃહ, પ્રતિષ્ઠાનો ત્યાગ કરીને સંસાર છોડ્યો પણ સમ્યજ્ઞાન રહિત જીવને સમજમાં ન આવ્યું કે મોહનીય રૂપાંતર થઈને આવે છે તે ચાર ઓરડાને બદલે ચાલીસમાં ફેરવે છે. અપરિગ્રહી તો છે પણ ગુરુજનોના નામે ખાતાં ચલાવવામાં ભ્રમ સેવે છે આમ જીવ નીકળ્યો હતો મુક્તિનો માર્ગ અને જુદા માઈલ સ્ટોન પર ચઢી ગયો!
[૬૪] શરીરને સર્વસ્વ માનવાથી કે આત્મામાં દેહની ભ્રાંતિ થવાથી દેહ તે જ મારું અસ્તિત્વ આવી પુરાણી માન્યતા, તેમાં વળી આ જન્મનું દેહાભિમાન ભળ્યું અને માન્યતા ગાઢ થઈ એથી જીવ નિરંતર આધિ વ્યાધિ ઉપાધિથી પિડાતો રહ્યો. ભાઈ, દેહ આત્માના પડછાયા જેવો છે. પડછાયા પર કોઈ પગ મૂકે, વાહન દોડે તો પણ પડછાયાને ઈજા થતી નથી, ત્યાં આગ લાગે તો બળતો નથી, તેમ આત્માને ઈજા થતી નથી, નાશ થતો નથી. પણ આ તત્ત્વ ગહન છે, દેહાધ્યાસ છોડવાના પ્રયોગ વગર આત્માના આ સામર્થ્યની શ્રદ્ધા થવી અસંભવ છે. માટે આત્મહિતમાં, આત્મચિંતનમાં સમય ગાળ, નહિ તો તને સમય ગળી જશે.
[૬૫] અધ્યાત્મપંથે જેટલી વિવેક વૈરાગ્યની જરૂર છે તેટલી ત્યાગની જરૂર છે. યદ્યપિ ત્યાગ એ જીવનની સહજ ક્રિયા છે. જેમ માતા ગર્ભમાં રહેલા બાળકનો ગર્ભથી ત્યાગ કરે છે ત્યારે બાળકનો જન્મ થાય છે. ખાધેલો ખોરાક પીધેલા પાણીનો પણ મળમૂત્ર રૂપે ઉત્સર્ગ થાય છે, લીધેલા શ્વાસનો પણ ઉચ્છવાસ દ્વારા ત્યાગ થાય છે. આ સર્વે ત્યાગ એ શારીરિક નિયમ છે તેમાં આત્મહિત કાંઈ નથી, પણ દેહાભિમાન, દેહાસક્તિનો ત્યાગ એ મહત્ત્વનો છે.
બધું ત્યાગતાં ત્યાગજે હુંપણાને
બધું ભૂલતાં ભૂલજે દેહપણાને. [૬પ૧] ત્યાગના બે છેડાને ઓળંગવાના છે; એક છેડો છે ત્યાગનો, બીજો
૧૮૨ ૯ અમૃતધારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org