________________
ભાવનાઓ, અહોભાવની ધારામાં હોવું, મન આવું શુભ, સ્થિર કે અભ્યસ્ત બને એટલે શુદ્ધતા પકડાઈ જાય. ફ્લાઈટ રનવે પર જાય શુભની ધારા, થોડું દોડે પછી આકાશમાં ઉડ્ડયન કરે શુદ્ધમાં પ્રવેશ આવો ક્રમ સાધનાકાળમાં હોય. વચનગુપ્તિ એટલે મૌનના વિશ્વમાં પહોંચવું અથવા ધર્મકથામાં મગ્ન થવું. ત્યારે અંતરના વિકલ્પો શમી જાય. કાયગુપ્તિ ચાલવા વિગેરેમાં જાણે આંખે ગરણું હોય તેમ ચાલે. અથવા સ્થિર થઈ કાયોત્સર્ગમાં રહે.
[૨૯૭ ગુપ્તિઓ અશુભ મનોયોગ આદિથી નિવૃત્તિ કરાવે છે. વચન કાયાનો નિર્ચાપાર તે પણ ગુપ્તિ છે. અર્થાત્ રાગદ્વેષ રહિત પરિણતિ વગરનો મનાદિ યોગનો વ્યાપાર પણ ગુપ્તિ છે. ત્યાં વ્યાપારયુક્ત કે વ્યાપારરહિતનો કંઈ ભેદ રહેતો નથી. જેમકે મુનિને બોલવાની ઇચ્છા થાય ત્યારે વચનાશ્રવને નિર્જરામાં પલટવાના ઉદ્દેશથી સ્વાધ્યાય આદિ કરે છે. જરૂર ન હોય તો મૌન રહે. ત્યારે પરમરસને માણે પછી શબ્દાતીત થાય.
[૨૯૮] દુઃખદૃષ્ટિએ સંસાર કરુણારસથી ભરપૂર છે. પાપદૃષ્ટિએ સંસાર રૌદ્રરસથી ભરપૂર છે. અજ્ઞાનદષ્ટિએ સંસાર ભયાનક રસથી ભરપૂર છે. મોહદૃષ્ટિએ સંસાર બીભત્સ અને હાસ્યરસથી ભરપૂર છે. સજાતીય દૃષ્ટિએ સંસાર સ્નેહરસથી ભરપૂર છે વિજાતીય દષ્ટિએ સંસાર વૈરાગ્યરસથી ભરપૂર છે. કર્મદષ્ટિએ સંસાર વિચિત્રરસથી ભરપૂર છે. ધર્મદષ્ટિએ સંસાર વીર અને વાત્સલ્યરસથી ભરપૂર છે. આત્મદષ્ટિએ સંસાર સમતારસથી ભરપૂર છે. પરમાત્મદષ્ટિએ સંસાર ભક્તિરસથી ભરપૂર છે. પૂર્ણ દૃષ્ટિએ સંસાર શાંતરસથી ભરપૂર છે. વ્યાપક દૃષ્ટિએ બધા રસની સમાપ્તિ પરમરસમાં થાય છે. નિશ્ચયદષ્ટિએ આત્મા સ્વરસથી પૂર્ણ છે.
[૨૯૯] અમૃતધારા ૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org