________________
અનુષ્ઠાનોમાં ઉત્તમ નિમિત્તોથી કર્મની સ્થિતિનો રસ ઘટે છે, તેથી સમ્યક્ત્વાદિની પ્રાપ્તિ થાય છે. રાગાદિક ઘટાડવા તપ, વ્રતાદિની પ્રતિજ્ઞા કરવાથી અવિરતિનો બંધ રોકાય છે. તો પણ સાધકે પોતાની દૃષ્ટિને વારંવાર સ્વરૂપધર્મમાં જોડવી. શુદ્ધાત્માનું લક્ષ્ય દઢ કરવું, નહિ તો શુભ ભાવોમાં આવીને સંતોષ પામી અટકે છે. રિપ૬]
કોઈ જીવો પ્રતિજ્ઞાદિ ન લેતા ધારણા કરે છે. પરંતુ તેમાં કંઈ અંતરાય આવતાં પાછો પડે છે. માટે ગુર્નાદિક પાસે પ્રતિજ્ઞા લેવી. યદ્યપિ તત્ત્વજ્ઞાન વગર કેવળ તપથી મોક્ષ નથી, વળી તત્ત્વજ્ઞાન થતાં રાગાદિ મટાડવા તપ અવશ્ય કરવો. જેથી શુભ ભાવથી કષાય મંદ થાય છે. શુભોપયોગ તત્ત્વજ્ઞાન સહિત હોવાથી પરંપરાએ મોક્ષનું કારણ છે. સાક્ષાત્ મોક્ષનું કારણ શુદ્ધોપયોગ છે. કથંચિત ત્યાગી મુનિજનોને પણ વિષયોમાં રાગદ્વેષ થતાં જણાય છે, તે ઈષ્ટાનિઝ બુદ્ધિ વિના થતાં નથી તો પછી તે અજ્ઞાન કહેવાય?
[૨૫૭] અજ્ઞાનના બે પ્રકાર છે. પહેલું દર્શન મોહનીયના ઉદયથી થતું સંશય, વિભ્રમ, વિમોહરૂપ અજ્ઞાન. બીજું જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી થતું અજ્ઞાન છે બંનેની ક્રિયા ભિન્ન ભિન્ન છે. પહેલું અજ્ઞાન પ્રથમ ગુણસ્થાનથી ત્રીજા સુધી છે. બીજું અજ્ઞાન ચોથા ગુણસ્થાનથી બારમા ગુણસ્થાન સુધી છે. દર્શનમોહનીયના ઉદયવાળું અજ્ઞાન બંધનું કારણ છે. જ્ઞાનવરણીય કર્મના ઉદયવાળું અજ્ઞાન સમ્યગ્દષ્ટિને વિશેષ બંધનું કારણ પ્રાયે થતું નથી.
[૫૮] | મુનિને પાંચ ઇન્દ્રિયોના વિષયોનો ત્યાગ કહ્યો છે પણ ઇન્દ્રિયોનું જાણવું કંઈ ટળી જતું નથી. વળી વિષયોનાં સર્વથા રાગદ્વેષ ગયા નથી, કારણ કે હજી મુનિને યથાખ્યાતચારિત્ર પ્રગટ્યું નથી પરંતુ સ્થૂલ વિષયોની ઇચ્છાનો અભાવ તથા બાહ્ય વિષય સામગ્રી મેળવવાની પ્રવૃત્તિ દૂર થઈ છે તેથી તેને ઇન્દ્રિય વિષયોનો ત્યાગી કહ્યો છે. અંતરાત્મા પોતાના આત્માને યથાર્થ સ્વરૂપે જાણે છે શરીરાદિ
૭૦ અમૃતધારા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org