________________
સંયોગોમાં જીવને રાગાદિ ભાવથી મુક્ત રાખીને સમત્વ ધારણ કરે તો સિદ્ધાંત સિદ્ધિ બને.
[૫૬] જેમ જેમ ગુણવૃદ્ધિ થતી જાય તેમ તેમ સાધક આત્માનું ચિત્ત સ્વચ્છ-સમાધિમય બનતું જાય છે. તે સંસારને દુઃખયુક્ત-કદર્થનાભર્યો જાણે છે. આ સંસારના સુખથી ભિન્ન સુખ છે તેમ તેની શ્રદ્ધામાં આવે છે. તેથી તે પ્રત્યે તેનું અંતઃકરણ ઝૂકે છે. અને વારંવાર તેનો ઊહાપોહ થતાં તે જાણે છે કે કષાયથી યુક્ત મારા જ પરિણામથી હું દુઃખી છું. કષાયમુક્ત શુદ્ધ પરિણામ એ સમાધિ-સુખનું કારણ છે. તેની પરમાત્માની કૃપામાં શ્રદ્ધા વૃદ્ધિ પામે છે. આ શ્રદ્ધા તે સાચી દૃષ્ટિ છે.
[૫૬ ૧]. જરા થોભી જા, વિચાર કે આ સર્વે આપત્તિ શા માટે? બુદ્ધિમાન ગણાવા ડિગ્રીઓના ડુંગરા કર્યા, શરીરશક્તિને વિકસાવવા પહેલવાન થવા પ્રયત્ન કર્યા. કીર્તિના કોટડા બાંધવા ઝઝૂમ્યો, ધનવાન બનવા ચિંતાની ચિતામાં જળ્યો. જીવનના સુખ માટે કે ઉત્કર્ષ માટે આ સર્વ પ્રકારો વ્યર્થ છે. કારણ કે તે ચિત્તશુદ્ધિ કે ચિત્તશાંતિનું કારણ થઈ શકે તેમ નથી, તે તે પ્રયત્નો અને તે તે ઈચ્છાઓના મૂળમાં જ ભય અને ચિંતા છે તે શુદ્ધિ કે શાંતિ ક્યાંથી આપી શકે? [પ૬ ૨]
આપણું સ્વરૂપ આપણાથી ભિન્ન કે પરોક્ષ ન હોઈ શકે, વળી ઇન્દ્રિયોથી જણાતા ભૌતિક પદાર્થોની જેમ પ્રત્યક્ષ પણ નથી. વળી આત્મા દશ્ય પદાર્થોની જેમ દૂરથી પણ જોઈ શકાતો નથી. એવા ભ્રમમાં જે દર્શન થાય છે તે કોઈ વૈક્તિ દેવ, રામ, કૃષ્ણ, પદ્માવતી, સરસ્વતી જેવાનાં શક્ય છે તે આત્મદર્શન નથી. આત્મદર્શન એ દશ્ય નથી અનુભૂતિ છે. તે સાધનની અપેક્ષાવાળી નથી નિરપેક્ષ છે. તેને માટે જ્ઞાનચક્ષુની જરૂર છે.
[૬૩] આત્મા લક્ષણથી પ્રત્યક્ષ છે, પરંતુ અનાદિથી આપણે એનાથી અજ્ઞાત રહ્યા છીએ એટલે તેને જાણવા જોવા માટે સદ્ઉપદેશની જરૂર
અમૃતધારા ૧૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org