________________
શંકા કરવી વ્યર્થ છે. મોક્ષસાધક જીવે આવા નિરર્થક વાદ, શંકા કે આગ્રહ ન સેવવા.
[૧૮૭] સાધકે આત્મજ્ઞાન સિવાય અન્ય વિકલ્પોને પ્રાયે ગ્રહણ ન કરવા, કે બુદ્ધિમાં ધારણ ન કરવા. છતાં સંયોગવશ કોઈ બાહ્ય કાર્ય કરવાં પડે તો તે વચન કાયાથી પણ સમ્યગૂ પ્રકારે કરવાં પરંતુ બાહ્ય પદાર્થો કે પ્રસંગોમાં ભાવ જોડવા નહિ.
[૧૮૮] સંસારી જીવો સાથે કાયા કે વચન વડે પ્રવૃત્તિ કરવાથી મન વ્યગ્ર બને છે. તેને કારણે મનમાં ચંચળતા આવે છે. જે સાધનામાં બાધક છે માટે આત્મહિતના મોક્ષાર્થીએ સંસારી મનુષ્યોના સંપર્કથી દૂર રહેવું અથવા ત્યાગ કરી દેવો.
[૧૮૯] વાંસના વૃક્ષનું બીજા વાંસના વૃક્ષ સાથે ઘર્ષણ થવાથી સ્વય અગ્નિ પ્રગટે છે તે રીતે આત્મા સ્વઉપાસનાથી પરમાત્માપણે સિદ્ધપણે પ્રગટે છે. અર્થાત્ ‘તનિસગંદુ અભિગમાત્વા ! દીવે દીવો પ્રગટે એ ન્યાયે સાધક બાહ્યમાં પોતાથી ભિન્ન સિદ્ધત્વની ઉપાસના કરી, અનન્ય ભક્તિ, શુદ્ધધ્યાન દ્વારા સિદ્ધત્વ પામે છે.
[૧૯] આત્મા નિત્ય પરિણામી છે. તેથી જ્યારે તે તપ, જપ, ભક્તિ આદિ નિમિત્તથી શુભ ભાવરૂપે પરિણમે છે ત્યારે તે ભાવો સાથે તન્મય " થઈ પોતે શુભ થાય છે. તે જ્યારે વિષય કષાય, અસંયમાદિરૂપે અશુભ
ભાવરૂપ પરિણમે છે, ત્યારે તે અશુભ ભાવો સાથે તન્મય થાય છે. ત્યારે પોતે અશુભ થાય છે. વળી જીવ જ્યારે વીતરાગ, સમતા, શુદ્ધ ભાવરૂપે પરિણમે છે ત્યારે તે શુદ્ધ થાય છે. શુભાશુભ ભાવો વડે તે સંસારનું પરિભ્રમણ કરે છે. શુદ્ધ ભાવ વડે સિદ્ધત્વ-મોક્ષને પ્રાપ્ત કરે છે. યદ્યપિ સર્વથા અવસ્થામાં મૂળસ્વરૂપે આત્મા ત્રિકાળી શુદ્ધ અસ્તિત્વ ધરાવે છે.
[૧૯૧] શુદ્ધ ભાવ – આત્મશુદ્ધિ શું છે? આત્માના અનંત જ્ઞાનાદિ ગુણોની વ્યક્તિ પ્રાપ્તિ તે શુદ્ધિ છે.
અમૃતધારા પ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org