SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ કે ગુરુજીને કંટાળો આપવો તે પણ અશાતના છે. એટલે પોથીને ખીંટીએ મૂકી, પોતાના આસન પર ભર બપોરે સૂઈ ગયો. [૮૭૮] થોડી વારે ગુરુજીની નજર ગઈ. કેમ સૂતો છું? જવાબ: આપની આજ્ઞા પ્રમાણે. ગુરુ પણ સરળ હૃદયી. તેમણે વિચાર્યું કે જેવો સેવાતત્પર છે તેવો જ સરળ છે. અને ગુરુના હૃદયમાં કંટાળાને બદલે કરુણા પ્રગટી. . ગુરુ કહે આમ બપોરે સાધુ સૂએ નહિ શિષ્ય તરત જ ચરણે પડી ક્ષમા માંગી. ગુરુએ તેના મસ્તક પર હાથ મૂક્યો. અને પાસે બેસાડી પાઠ આપ્યા. શિષ્યને પાઠ આવડતા ગયા. “એક બાજુ વિનય હતો સામે વિદ્યા હતી' સુમેળ થયો. એ મુનિ ધર્મવિજયે ખૂબ અભ્યાસ કરી અન્યને પણ જ્ઞાન આપ્યું. [૮૭૯] ગુરુની ગુરુતામાં કરુણા છે, લાઘવતા છે, શિષ્ય સાથે સમત્વ છે તે સાચું શિક્ષણ આપી શકે. પણ જે શિષ્યને જીવનભર શિષ્ય જ રાખે, પોતે ગુરુતામાં જ રહે તો તે ગુરુતામાં પણ પામરતા છે. ગુરુનું ગુરુત્વ પોતાની ગુરુતા ભૂલવામાં છે. શિષ્યનું શિષ્યત્વ સમર્પણતામાં છે. અંતે ગુરુ શિષ્યના ભેદ પણ સમાપ્ત થાય તેવું જ્ઞાન આપે તે ગુરુ. મહાવીર ભગવાન કહેતા, હે ગૌતમ ! તમે મારા જેવું જ સ્થાન પામવાના છો. ગુરુ શિષ્યનો ભેદ સાધના કાળમાં હોય, સાધ્યમાં અભેદતા છે. તે સ્વરૂપની સ્વતંત્રતા છે. [૮૮૦) જીવંત ઉદાહરણઃ સંસારી જીવો કોઈ સંસ્કારવશ સંસારનો ત્યાગ ન કરે પણ જીવનમાં વિશિષ્ટતાઓ પ્રગટે તે નિકટભવી જીવો જાણવા. એવા હતા એ અમદાવાદના “ઉજમફઈ.” - શ્રીમંત ઘરની લાડકી કન્યા, લગ્ન લેવાયાં. વડીલોએ ૫૦૦ ગાડા ભરી કરિયાવર આપવો એવું નક્કી કર્યું. પણ ઉજમને કંઈ હર્ષ નહિ. વડીલોને એમ કે કોઈએ ગામમાં કરિયાવર ન કર્યો હોય તેવો કરિયાવર અમૃતધારા ૨૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy