________________
લેશે તેમાં તારું હિત નથી. ભૂમિકા પ્રમાણે બાહ્ય પ્રવૃત્તિ કે બાહ્ય સ્વરૂપને વળગવાનું નથી, તેમ દેહભાનને પોષવાનું નથી, કામકાજ કરવા છતાં આત્મભાનયુક્ત તેની આચરણા છે તે ઉપરના દૃષ્ટાંતથી જોયું. મંત્રી કોઈ વિકલ્પમાં ન પડ્યા તે તેમની જ્ઞાતાદ્રષ્ટાભાવની ભૂમિકા હતી. [૧૫૦]
=
સાનુબંધ નિર્જરા જે મોક્ષનું કારણ છે, તે માટે જીવે જ્ઞાતાદ્રષ્ટાભાવ દ્વારા શુદ્ધોપયોગમાં રહેવાનું અનાભ્યાસને લીધે શક્ય ન બને તો પણ શુદ્ધ આંતરપરિણતિમાં જ દૃષ્ટિને રાખીને ક્ષમાદિ ગુણો કેળવવા કામક્રોધાદિ કષાયોથી મુક્ત થવું છે તેવી સૂક્ષ્મવિચારણા કરવી. અને બાહ્ય તપ ત્યાગ સ્વાધ્યાયમાં જેવા સૂક્ષ્મભાવો – શુભભાવો ક૨શે તેવી ક્રિયા પણ ચૈતન્યમય બનશે જે ક્રમે કરી શુદ્ધભાવની નજીક લઈ જશે. શુદ્ધભાવના લક્ષ્ય વગરના ઉપરના સૂક્ષ્મ કે સ્થૂલભાવો પણ માનસિક શુભભાવરૂપ ક્રિયા બની જશે તે સાનુબંધ નિર્જરા નહિ બને. પોતાની ભૂમિકા અનુસાર ક્રમને શોધીને આશયશુદ્ધિને અપનાવીને મોક્ષમાર્ગમાં આગળ વધવું. [૧૫૧]
“શુદ્ધ સ્વરૂપનું ધ્યાન એ નિશ્ચયથી પોતાના સ્વરૂપનું જ ધ્યાન છે, એ ધ્યાન સર્વ પાપનાં નાશનું ઔષધ છે સર્વ દોષના નાશનું રસાયણ છે. ષડદ્રવ્યની વિચારણા સ્વરૂપ સમ્મતિતર્ક આદિ દ્રવ્યાનુયોગના મહા ગ્રંથો થકી તે વાત જાણીને અનુક્રમે ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાનદશાને મુનિ ધારણ કરે છે.
[૧૫૨]
યદ્યપિ ચોથે ગુણસ્થાનકે ભક્તિની મુખ્યતા છે કારણ કે ચારિત્રદશા નથી. પાંચમા છઠ્ઠા ગુણસ્થાનકે વૈરાગ્યદશાની મુખ્યતા છે તથા અપ્રમત્ત સંયતથી ક્ષીણ મોહાદિ ગુણસ્થાનક પર્યંત જ્ઞાનદશાની મુખ્યતા છે. ગૌણપણે ચતુર્થગુણ સ્થાનકે જ્ઞાનદશા હોય છે એટલે મુખ્યપણે જ્યાં ભક્તિ આદિની મુખ્યતા કહી હોય ત્યાં શક્તિ અનુસા૨ જ્ઞાન-વૈરાગ્ય દશાનું અવલંબન હોય છે. [૧૫૩]
• ૪૨ * અમૃતધાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org