SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ દેહાંતની સજા થશે. આચાર્યશ્રીએ ઉદયનમંત્રીને કહ્યું તમારે મારું એક કામ કરવાનું છે. ઉદયનમંત્રીએ અહોભાવથી હાથ જોડીને કહ્યું “મારાં ધનભાગ્ય !” | [૧૪] - આચાર્યશ્રીએ કહ્યું આ કુમારપાળ છે તેમનું તમારે રક્ષણ કરવાનું છે. જરા પણ ખચકાટ કે વિકલ્પ વગર તેમણે તે આશાનો સ્વીકાર કર્યો. કુમારપાળને પોતાના નિવાસે લઈ ગયા. ત્યારે તેમના ખિસ્સામાં પેલા જાહેર નામાનો કાગળ મોજૂદ હતો. [૧૪૭]. જિનાજ્ઞા – ગુવંશા મહાન કે રાજાજ્ઞા મહાન ! ગુર્વાશા પરંપરાએ મુક્તિનું કારણ રાજાશા ભલે ફરજ હોય પણ અવગતિનું કારણ. આવી સમજ માટે મહાન સાહસ કરવું પડે દેહાંતની સજાનો સ્વીકાર કરવામાં કઈ દૃષ્ટિએ કામ કર્યું! નિશ્ચયથી વિચારીએ તો દેહ જે વખતે જે કારણે પડવાનો હશે તો પડશે આ હતી આત્માની અવનાશીપણાની શ્રદ્ધા. [૧૪૮] ગુજ્ઞા ભેદજ્ઞાનનું રહસ્ય બને છે. જીવને સંસારના પ્રલોભનો સ્પર્શી શકતા નથી અને મૃત્યુના ડરનો ભય પણ સ્પર્શી શકતો નથી. કેવળ નિશ્ચય' બોલવાથી શું થાય? જીવનના પ્રસંગોમાં તે દૃષ્ટિ આત્મસાત્ થાય તો મુનિને મુનિપણે શ્રાવકને શ્રાવકપણે અનુભૂતિ થાય. [૧૪૯] આવા દાંતો બાહ્યદશા કે પર્યાયદૃષ્ટિ ગણી ગૌણ ન કરવા પરંતુ એ અવસ્થામાં પણ આત્મશક્તિનું દર્શન થાય છે. નિશ્ચયની વાત કરીએ અને દેહને સાચવ્યા કરીએ, રોગથી ગભરાઈએ અને કહે કે એ તો પર્યાયનું પરિણમન છે. હું તો શુદ્ધાત્મા છું. મને નથી બંધન કે નથી મુક્તિ. જે જ્યાં જે રીતે બનનાર છે તે ફરનાર નથી. ત્રિકાલ અબાધિત નિશ્ચય દૃષ્ટિથી જીવની મુક્તિ છે. જીવનની ઘટ થી તારવણી કાઢવાની છે, અગર શુષ્કજ્ઞાન વ્યર્થ છે. હજી શ્રાવકની ભૂમિકામાં પ્રવેશ નથી ત્યાં શ્રેણીની વાતોનો માનસિક આનંદ અમૃતધારા ૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy