________________
એક સળંગ ચિત્ર પડદા પર ઊપસે છે.
જીવના જાણમાં આવ્યું કે રાગદ્વેષ છોડવા જેવા છે અને છોડવા પ્રયત્ન કરે છે. પછી તેને લાગે છે કે અમુક સમયે રાગાદિ પરિણામ થતા નથી. પણ બાકીના સમયમાં શું? હવે જો બાકીના સમયમાં રાગદ્વેષાદિ ન થાય તો જીવ વીતરાગી થાય. એક વાર વીતરાગી થયો પછી રાગી તો ન થાય. વળી રાત્રે ઊંઘી જઈએ ત્યારે એમ લાગે છે કે રાગદ્વેષ થતા નથી પરંતુ જેવા જાગીએ કે તરત રાગાદિ શરૂ થાય છે, તેનો અર્થ એ કે રાગાદિ થતા હતા પણ તે જ્ઞાનમાં પકડાતા ન હતા. એવા અબુદ્ધિપૂર્વકના રાગાદિ અનાદિકાળથી જીવ નિરંતર કરતો આવ્યો છે. પણ વીતરાગદશા પ્રગટ કરી નથી તેથી પરિભ્રમણ ચાલુ છે.
આવા અબુદ્ધિપૂર્વકના રાગાદિને ઉપયોગમાં લેવા એટલે જીવ વિચારે કે હું તો નિરંતર દોષમાં ઊભો છું. વિભાવ પરિણામ તો ધારાવાહી ચાલ્યા જ કરે છે. તે છોડવા લાયક છે. તે પ્રત્યે જાગૃતિ રહે એટલે ઉપયોગમાં જણાય. છદ્મસ્થને દરેક સમયના પરિણામ ઉપયોગમાં ન આવે. અસંખ્ય સમયના પરિણામ જીવ જાગૃત હોય તો પકડાય. અર્થાત્ અનાદિકાળથી વિભાવપરિણામ ધારાબદ્ધ રહી દુશ્મનનું કાર્ય કરતા હતા. તે હવે ઉપયોગમાં આવ્યા. દુમન છતો થઈ ગયો તેને દૂર કરવાનો ઉપાય હવે જરૂર કરી શકાય.
[૧૩૨] દેવ ગુરુ શાસ્ત્રના બોધ વડે મારા સ્વભાવને ઓળખી, તેમાં જ હિતબુદ્ધિ સ્થાપીશ, પરમાંથી આત્મબુદ્ધિનો ત્યાગ કરી અનાદિની ભૂલને ટાળીશ. આ ઉપાય સાધકને માટે યથાર્થ છે.
શુદ્ધોપયોગ જ મોક્ષમાર્ગ છે, છઘસ્થ અવસ્થામાં શુદ્ધોપયોગની, નિશ્ચયધર્મની મુખ્યતા રાખીને સાધકને શુભભાવો હોય છે. શરીરાદિ તથા પૂર્વકર્મના ઉદય પણ હોય છે. વળી અનેક સંયોગો પ્રાપ્ત થાય છે ત્યારે સાધક ક્ષમાદિધર્મ કે મૈત્રી આદિ ભાવના વડે શુભભાવોને સેવે છે ત્યારે પણ લક્ષ્ય તો શુદ્ધોપયોગનું હોય છે.
૩૬ અમૃતધારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org