________________
પણ શિરોમણિભૂત પરમાત્મ તત્ત્વ છે. તેને સીધો નમસ્કાર પરમેષ્ટિ મંત્ર વડે પહોંચે છે. તે નમસ્કાર પ્રતિબિંબિત ક્રિયા થઈને પોતાના શુદ્ધ સ્વરૂપમાં પહોંચે છે. શુદ્ધ સ્વરૂપનું મૂલ્ય અપરંપાર છે. શુદ્ધ સ્વરૂપ એ ચૈતન્યનો મહાસાગર છે. તેની આગળ અચેતન એવા સુવર્ણના અને રત્નોના ડુંગરા મૂલ્યહીન છે. [૭૦૨]
અરે એ પરમાત્મતત્ત્વ સૂચક છે. અહં એટલે પૂજવા લાયક. વિશ્વમાં પૂજનીય ને લાયકમાં લાયક તત્ત્વ અહં છે. વળી અહ સિદ્ધચક્રનો બીજમંત્ર છે. અર્થાતુ સિદ્ધ પુરુષોનો સમુદાય તે સિદ્ધ પરમાત્મા. તે સૃષ્ટિનું સર્વોચ્ચ પૂજ્યતત્ત્વ છે. આ અહં પદ દ્વારા આપણે સિદ્ધ પદની પ્રાપ્તિ કરવાની છે.
[૭૦૩] જ્ઞાનમય નિર્મળ દ્રવ્યગુણ પર્યાય તે આત્માનું સ્વરૂપ છે. તેનો સ્વામી આત્મા છે. તે સિવાય બીજી વસ્તુનું સ્વામીપણું જ્યારે શ્રદ્ધા અને જ્ઞાનમાંથી ખસી જાય છે ત્યારે તે શ્રદ્ધા અને જ્ઞાન સમ્યક બને છે. જે કેવળ “જ્ઞાન” સ્વભાવી છે, જે કેવળ “દર્શન’ સ્વભાવી છે, જે કેવળ “સુખમય' છે અને જે કેવળ “વીર્ય સ્વભાવી છે તે આત્મા છે એમ જ્ઞાની પુરુષો ચિંતવે છે.
[૭૦૪] થોડું શાસ્ત્રજ્ઞાન મેળવીને કેવળ પોતાની પ્રસિદ્ધિ માટે સિદ્ધાંતનો આશ્રય કરીને, વિરુદ્ધ અર્થને જણાવે છે તે અતિ દુષ્કર તપાદિક કરતા હોય તો પણ તેઓ મોહથી ગ્રસિત છે. સાચો અધ્યાત્મ કે વૈરાગ્ય પામ્યા નથી. આત્માના સ્વરૂપ વિષેની તેમની શુષ્ક માન્યતા તેમને માટે ઘાતક બને છે. તેમના શુભ પરિણામ પણ સંસારક્ષયનું પરંપરાએ કારણ બને તેવા તાત્ત્વિક નથી.
[૭૦૫] મનુષ્યના સુખની સીમા હોય છે. દેવોના સુખની સીમા હોય છે.
પશુઓના દુઃખની સીમા હોય છે. નારકીના જીવોનાં દુઃખોની સીમા હોય છે. આમ સુખ અને દુઃખની સીમા હોય છે. [૭૦૬]
અમૃતધારા ૧૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org