________________
જીવો મોહનીયની જાળમાં એવા ફસાયેલા છે કે આવા આંતરિક, અતીન્દ્રિય અને ગૂઢ રહસ્યનો વિશ્વાસ ધરાવનાર તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરનાર વિરલ છે.
[૭૫૬] શરીરધારી જીવો કંઈ ને કંઈ ક્રિયા કરતાં હોય છે. તેમ ધર્મઅનુષ્ઠાન કરતા જીવો કંઈ ને કંઈ ક્રિયાઓ કરતા હોય છે. વીતરાગ ભગવાનની ભક્તિ કરતા હોય છે ત્યારે ભગવાનના વીતરાગ ભાવને ગ્રહણ કરતા નથી તેવો ભાવ જાગતો નથી. ત્યાર પછી સંયમ આદિનું પાલન કરવા બાહ્ય ક્રિયા કરે છે, વ્રત-નિયમ પાળે છે. પરંતુ વીતરાગતા શું છે? તેનાથી અજ્ઞ હોવાથી, વીતરાગમાર્ગમાં નિગ્રંથપણું શ્રેષ્ઠ છે તેવી જિજ્ઞાસા પણ થતી નથી ત્યાં સુધી આ બાહ્ય સર્વ ક્રિયા મોહનીયનું રૂપાંતર થઈ જીવને ઉન્મત્ત બનાવે છે. જીવ જાણે કે ધર્મ થયો પણ છેવટે સંસારની વૃદ્ધિ જ થાય છે. યોગીજનો મોહના આવા વિચિત્ર સ્વરૂપને જાણીને તેનાથી અત્યંત વિમુખ થઈને રહે છે. [૭૫૭],
સંસારનાં કાર્યોમાં કે સંબંધમાં નિષ્ફળતા મળતાં હૃદય દુભાય છે. તે પ્રમાણે તત્ત્વદષ્ટિ આત્મા ભવમાં રહેતા, ભોગાદિમાં ક્રીડા કરે છે ત્યારે ઉદ્વેગ પામે છે. તેને સતત રંજ રહે છે તેથી તે તે જીવને સર્વ સંબંધ અને સર્વ આકાંક્ષારહિત સંસારથી અતીત એવા મોક્ષની જ જિજ્ઞાસા રહે છે. તે ક્રમે કરીને વીતરાગભાવની વૃદ્ધિ કરીને નિગ્રંથપણાને ઇચ્છે છે. સંસ્કારને સંપૂર્ણપણે છોડવામાં અને દઢપણે સંયમમાં યત્ન કરવા સમર્થ બને છે.
[૭૫૮] જીવમાં જ્યારે તત્ત્વદષ્ટિ પરિણત થાય છે ત્યારે તેને શરીરાદિ સર્વ પદાર્થો આત્માથી ભિન્ન ભાસે છે, તેમ સ્ત્રી આદિ સર્વ પદાર્થો પણ ભિન્ન ભાસે છે. સાંયોગિક એકતા માની હતી તે ભ્રમ તૂટી જાય છે. હું આ સર્વ પદાર્થોનો જાણનાર છું. તેવો મારો સ્વભાવ છે. તે જાણવાના જ્ઞાનકાળમાં પણ પૂર્વે સ્પર્શીલા પદાર્થોના વિકારો ન સ્પર્શે તેવી સભાનતા વર્તે છે. કેવળજ્ઞાન સ્વરૂપ ઉપયોગ જ
૨૧૦ અમૃતધારા For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org