________________
નિરંતર તેનું જ ઘૂંટણ કરવું. સંસારભાવને લૂંટવાથી સંસારમાં મોહ વડે જીવ ઠગાતો આવ્યો છે. અપરંપાર દુઃખો સહેતો આવ્યો છે. એક વાર મુખેથી બોલ હું શુદ્ધ છું. સ્વભાવે સર્વદા મુક્ત છું. રાગાદિભાવરહિત છું. જન્મ જરા મરણથી મુક્ત છું. પછી દીનતા અને હીનતા રહિત છું. વાસ્તવમાં હે જીવ જો તું સંસારથી મુક્ત થવા ઇચ્છે છે તો સ્વરૂપમગ્ન થા.
[૩૧]. સ્વભાવમાં – સહજસ્વરૂપના આનંદમાં મગ્ન અને જગતના સ્વરૂપનો યથાર્થ બોધ પામનાર આત્માને અન્ય પદાર્થનું કર્તાપણું કે ભોક્તાપણું નથી. માત્ર સાક્ષીભાવ છે એ સ્વરૂપમાં મગ્ન થવા સ્વરૂપનું જ્ઞાન કર, વીતરાગ સત્ દેવ ગુરુ ધર્મ અને શાસ્ત્રમાં મગ્ન થા. સંસારથી અંતરમાં વૈરાગ્ય પ્રગટ કર. શાસ્ત્રબોધ ગ્રહણ કર. વિષયોથી વિરક્ત થા, કષાયોથી ઉપશાંત થા અને નિરંતર ભાવના કર કે : [૩૨]
હું સર્વથા સર્વથી સ્વતંત્ર દ્રવ્ય છું. અત્યંત ભિન્ન છું.
આત્મા સ્થિર પદાર્થ છે, તેથી તેના સહારે જ સાચી સ્થિરતા પ્રાપ્ત થાય છે. તે માટે નિર્વિકલ્પતા જરૂરી છે. વિકલ્પ રૂપ વાયુ મનરૂપી દીપકને ક્ષણવાર પણ સ્થિર થવા દેતો નથી. સ્થિરતા એ આત્મભાવ છે, જે સ્વસ્થ છે, સ્થિર છે. મન અસ્થિર છે અસ્વસ્થ છે. જે સ્વસ્થ છે તે સ્થિર પણ છે. સ્વસ્થને દુઃખ નથી. પરમ સ્થિરતાનું લક્ષ્ય બાંધવાથી આપણામાં સ્થિરતા આવે છે, સિદ્ધ ભગવંતના ધ્યાનથી સ્થિરતા આવે છે. નિશ્ચયથી ચારિત્ર સ્થિરતારૂપ છે, તેથી સિદ્ધોમાં પણ ચારિત્ર મનાય છે.
[૩૩] જ્યારે જીભનો ઉપયોગ પરમાત્માના ગુણગાન ગાવામાં થાય, આંખનો ઉપયોગ પરમાત્માના શ્રુતજ્ઞાનના અધ્યયનમાં થાય, મનનો ઉપયોગ પરમાત્માના ગુણચિંતનમાં થાય, શરીરનો ઉપયોગ પરોપકાર તથા પરમાત્માની ભક્તિમાં થાય, હૃદયનો ઉપયોગ પરમાત્માના ધ્યાનમાં થાય ત્યારે સમજવું કે જીવમાં સમ્યગુજ્ઞાન પરિણામ પામ્યું
૮ અમૃતધારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org