SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. વિચાર આવે ત્યારે મૈત્રી જન્મે. પ્રમોદ = અન્યના ગુણ જોઈ રાજી થવું. પોતાના ગુણ જોઈને રાજી થનારા ઘણા છે, માટે તો મોક્ષ ન થયો. માન મોક્ષમાર્ગથી વિરુદ્ધ છે. કરુણા = અન્યના દુઃખ પર અનુકંપા. પોતાના કે પોતાના હોય તેના દુઃખ પર અનુકંપા થાય છે. અન્યની ક્યારે કરી? મધ્યસ્થતા નિગુણું-અપરાધી પ્રત્યે તટસ્થતા. તિરસ્કાર નહિ. આનો અર્થ એ થયો કે અન્યના હિત વિચારથી ધર્મનો જન્મ થાય છે. કેવળ સ્વાર્થવૃત્તિવાળા જીવો ધર્મના આરાધક બની શકતા ૪િ૫૨] - નિશ્ચયદૃષ્ટિવાળા કહે કે કોઈ અન્યનું કાંઈ કરી શકતું નથી, એમાં નિશ્ચયની મુખ્યતા છે. યદ્યપિ તેમાં કર્તાભાવ છૂટવાની દૃષ્ટિ ગ્રહણ કરવાની છે. કેવળ પોતાનું હિત જોવું આ દૃષ્ટિનો હેતુ નથી. જેમ ઉપયોગ જીવનું લક્ષણ છે, પરસ્પરોપગ્રહો જીવાનામ્ જીવો સાથેનો નિર્દોષ સંબંધ છે. દરેક પદાર્થનું પરિણમન સ્વતંત્ર હોવા છતાં વિશ્વની રચના જ નિમિત્ત નૈમિત્તિક સંબંધવાળી છે. એક દ્રવ્ય અન્ય દ્રવ્યમાં ફેરફાર કરી શકતું નથી. પરંતુ તેમાં ફક્ત નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. ૪પ૩] આત્માનુભવમાં ઉતાવળ કે અજ્ઞાન ન ચાલે. કોઈના આપવાથી આત્માનુભવ થતો નથી. આત્માનુભવ-અસંગ દશા માટે ભગવાનની આજ્ઞાનું પાલન જોઈએ (વચનયોગ) ભગવાનની આજ્ઞા તો જ સર્વાગ પાળી ગણાય જો તેમના પર હૃદયપૂર્વકની નિર્દોષ ભક્તિ આવે (ભક્તિયોગ, ભક્તિ તો જ આવે જો ભગવાન પર પૂર્ણ શ્રદ્ધા-પ્રેમ હોય પ્રીતિયોગ) શરૂઆત પ્રીતિયોગથી પરિણમે અસંગયોગ આવે. પ્રથમના ત્રણ નિશ્ચય સાપેક્ષ વ્યવહાર દૃષ્ટિ છે. જેમાંથી નિશ્રયદષ્ટિનું રહસ્ય પ્રગટ થાય છે. ૪િ૫૪] સુખનો લોભી ધર્મક્રિયા કરે તો પાપાનુબંધી પુર્વ બાંધે છે. અને ૧૨૪ અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy