SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ સવિશેષ “જે મહાત્માને મોહનો નાશ થયો છે અને આત્માને આશ્રયી શુદ્ધ ક્રિયા કરી અંતરાત્મામાં પ્રવર્તે છે તે ક્રિયાને તીર્થકરે અધ્યાત્મ કહ્યું છે” આ અધ્યાત્મ કેવળ બાહ્ય ક્રિયામાં નથી રહ્યું પણ અધ્યાત્મસારનો મોહ નષ્ટ થયો છે. આત્મા વૈરાગ્યથી ભરપૂર થયો છે એવી અંતરાત્મરૂપ રમણતા અધ્યાત્મ છે. [૧૪] “મોહનીય કર્મના સામર્થ્યરહિત થયેલા મનુષ્યોની આત્માને આશ્રયી જે શુદ્ધ ક્રિયા પ્રવર્તે છે તેને શ્રી તીર્થકર અધ્યાત્મ કહે [૭૧૫] અવિરત સમ્યગ્દષ્ટિ ચોથું ગુણસ્થાનક છે. અવિરતિ છતાં સમ્યગૂજ્ઞાનાદિકયુક્ત છે. આ સ્થાને રહેલા સાધકને દેવગુરુની ભક્તિ, સેવા, શ્રવણની જિજ્ઞાસા, વિનય દાનાદિ ધર્મ વિગેરે શુભ કરણી હોય છે તે વ્યવહારરૂપ છતાં અધ્યાત્મના અભ્યાસરૂપ છે જેમ કોઈની પાસે સુવર્ણનાં આભૂષણો ન હોય તો રૂપાનાં આભૂષણો અલંકારનું સ્થાન લે છે. તેમ આ ગુણસ્થાનકે શુદ્ધ પરિણામ, વ્રતાદિ ન હોય પણ એવા ભક્તિ વગેરે અધ્યાત્મના અભ્યાસરૂપ છે. અધ્યાત્મયોગના સમીપકાળને વિષે ભૂમિકાયોગ્ય કંઈ ક્રિયા રહેલી છે. અને શુભ ભાવને અનુસરતું જ્ઞાન પણ ત્યાં રહેલું છે. આથી એમ સમજવું કે જ્ઞાન ક્રિયા બંને રૂપ અધ્યાત્મ છે. તે અધ્યાત્મ નિષ્કપટ એવા આચાર વડે શોભતા મહાત્માઓને વૃદ્ધિ પામતું જાય છે. [૭૧૬] અશુદ્ધ ક્રિયા પણ શુદ્ધ આશયથી કરવામાં આવે તો અપેક્ષાએ તે શુદ્ધ હેતુ બનવાનો સંભવ છે, જેમ તાંબુ પારદરસના સેવનથી સુવર્ણ બને છે. આ કારણથી ગીતાર્થ જનો માર્ગમાં પ્રવેશ - રુચિ કરાવવા માટે દ્રવ્ય-વ્યવહાર સમકિતનો આરોપ કરી મિથ્યા દૃષ્ટિવાળાને ચારિત્ર આપે છે. વળી જે સાધુ મૂળગુણ સમ્યગ્દર્શનાદિ, તથા મહાવ્રત અને ઉત્તરગુણ સમિતિ ગુપ્તિરૂપ ધારણ કરવાને સમર્થ ન હોય તેને દંભ ત્યજીને ઉત્તમ સાચા શ્રાવકપણું જ યોગ્ય છે. [૭૧] ૨૦૦૪ અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy