________________
શુદ્ધ દષ્ટિના પથદર્શક શબ્દોનું સ્વાગત
વિશ્વની સકલ ભૌતિક સંપત્તિ એક તરફ મૂકો અને બીજી તરફ માત્ર શુદ્ધ ધર્મ મૂકો તો તે ધર્મનું મૂલ્ય વધી જશે. આવો ઉત્તમ ધર્મ, ચિત્તમાં પ્રકટે છે. એ પ્રકટેલા ધર્મને ટકાવવા, વધારવા અને વિકસાવવા માટે વાણી અને શરીરની સપાટીની ધર્મક્રિયા જરૂરી છે. જ્ઞાની અનુભવી પુરુષોએ લક્ષ્ય અને ગતિ, વૃત્તિ અને પ્રવૃત્તિ બંનેનો સરખો મહિમા ગાયો છે. બે ચક્ર છે તે સરખાં હોય તો ધર્મજીવનનો રથ ગતિ-પ્રગતિ સાધી શકે. અન્યથા એક જ ચક્ર આધારિત રથ રસ્તામાં જ અટકી જાય, ક્યારેક અટવાઈ પણ જાય. જીવનનું સંતુલન બેને સ્વસ્થાને સ્થાપવામાં છે. આજે ઘણે સ્થળે બેમાંથી એકને જ વળગીને ચાલવાનું જોવા મળે છે. કોઈ પણ એકને વળગવું તે તો વળગણ છે. પછી તેમાં એકાંત સ્થાપવાથી તે વળગાડ બની રહે છે.
આપણા જેવા જીવોનું ચિત્ત જન્મ જન્માંતરના અનેકાનેક સંસ્કારોથી ભરેલું હોવાથી મલિન રહ્યા કરે છે. અનેક પ્રકારના વિચાર વિકારોથી ક્ષત-વિક્ષત સ્થિતિમાં જોવા મળે છે. સતત સંકલ્પ-વિકલ્પના હિંડોળે હીંચતું હોય છે. તેથી એકાંગ ધર્મની વિચારણા કે આચરણાથી પ્રસન્નતાની અનુભૂતિ ચિત્ત સુધી પહોંચતાં વેંત વિખરાઈ જતી હોય છે. તેની ઉક્ટતા કે સઘનતાનો પિંડ રચાતો–બંધાતો નથી. આવક અનુભવાય છે, મૂડી બનતી નથી. આવી સ્થિતિમાં શુદ્ધનું લક્ષ્ય ચિત્તમાં અંકિત કરીને શુભમાર્ગની ગતિ અને તે પણ નિશ્ચલપણે થતી ગતિ ખૂબ ઉપકારક બની રહે છે, મુકામે પહોંચાડનાર બને છે. મુકામ નક્કી કરવો એટલે નિશ્ચયધર્મને હૃદયમાં સ્થાપવો તે, એ મુકામે લઈ જતા માર્ગે ડગ ભરવાં તે વ્યવહાર ધર્મ. આ વ્યવહાર ધર્મનું નિત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org