________________
ઉલ્લાસ ૧ લે
કેઈ શાસનદેવી સંતુષ્ટ થઈ તરત જ પ્રકટ થઈને બોલી કે-“હે મહાત્મન્ ! પિતાના પાવન ચરિત્રથી સજજનેને માનનીય, વિભૂતિથી પ્રખ્યાત તથા અખંડ પરાક્રમી એ આભૂ નામે દંડપતિ અહીં રહે છે તેને પ્રશસ્ત વિનયથી યુક્ત અને જાણે વસુધા પર કઈ સાક્ષાત્ દેવી આવી હોય એવી કુમારદેવી નામે પુત્રી છે. જે સતીઓમાં શ્રેષ્ઠ, શીલલીલાથી અદ્દભુત ઉદય પામનારી, પદ્મિની, પદ્મના સૌરભ્યયુક્ત શરીરવાળી અને મૃગીનાં જેવાં લેશનવાળી છે. વળી કોયલના જેવા મધુર આલાપવાળી, રાજહંસીને જેવી સારી ગતિવાળી, રોહિણના જેવા સારા આચારવાળી અને લક્ષ્મીના જેવી મનોહર છે. તેની કુક્ષિથી ચંદ્ર અને સૂર્ય સમાન મહા તેજસ્વી બે પુત્રરત્ન ઉત્પન્ન થશે અને તે જિનશાસનને વધારે પ્રકાશિત કરશે. અનુક્રમે વૃદ્ધિ પામતા એવા તે બંને ભાઈઓ સંપ્રતિ રાજા સમાન વસુધાપર જિનશાસનને વિજયવાવટે ફરકાવશે, પરંતુ મારે આદેશ પ્રકાશતાં પ્રભાતે અધરાજ મંત્રીને તે કુમારદેવી દેખાડવી.” એમ કહીને દેવી તરત અદશ્ય થઈ ગઈ. પછી ધ્યાનને સમાપ્ત કરીને આચાર્ય ધર્મ-કર્મમાં તત્પર થયા.
હવે પ્રભાતે ધર્મ–દેશના સાંભળવાને આવેલ સ્ત્રીવર્ગમાં તેને તથા પ્રકારની જેઈને નિમિત્તશાસ્ત્રના જાણનાર આચાર્ય મહારાજ, તેના અસાધારણ સૌભાગ્ય, ભાગ્ય, શીલ અને કળાના ઉદયને જોતા છતા અધિક આશ્ચર્ય પામ્યા. પછી સજામાં શિરોમણિ તથા તેના ગુણથી જેનું મન ખેંચાયેલ