________________
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
ભૂમિકારૂપ કુમારદેવી નામે પુત્રી થઈ, તે જિનેન્દ્ર તથા મુનિઓને વંદન કરવાથી તથા સદા સુપાત્રે દાન દેવાથી ગગાના જેવી નિર્મળ જણાવા લાગી.
હવે તે અવસરમાં સૂરિ-મંત્રના જાપના અદ્ભુત માહાત્મ્યથી અતીત અનાગત સમસ્ત વસ્તુસ્વરૂપને જાણનારા, તથા જગતમાં શ્રેષ્ઠ એવી ચાર પ્રકારની વિદ્યાના જાણુનારાઓમાં અગ્રેસર અને અનુપમ બ્રહ્મતેજના સ્વરૂપ હરિભદ્ર નામે આચાર્ય પૃથ્વીતળ પર વિચરતા હતા. વળી જેમની બુદ્ધિ શુભ ધ્યાનથી અહુજ ઉજ્જવળ થઈ હતી એવા તે મહાત્મા એકદા શ્રીપત્તનમાં પધાર્યા. દુર્દિનથી કમળની જેમ તેવા પ્રકારના ઉત્તમ પ્રભાવકના અભાવે અને પડતા કાળના પ્રભાવે આત મતને નિસ્તેજ જોઇને રાત્રે સ્મર ણાવસરે અંતરમાં તેએ આ પ્રમાણે ચિંતવવા લાગ્યા કે-‘પુણ્યનૃત્યાથી કૃતજ્ઞજનામાં અગ્રેસર એવા સ`પ્રતિ રાજા જિનશાસનમાં જેમ પ્રૌઢ પ્રભાવક થઈ ગયા, તથા સર્વ પ્રાણીઓ પર દયા રાખનાર, યાનુ અખંડ સામ્રાજ્ય પ્રવર્તાવનાર અને તત્ત્વના પ્રકાશ કરવામાં સૂર્ય સમાન એવા કુમારપાલ રાજા જેમ પરમ શ્રાવક થઈ ગયા, તેમજ શાસનના ઉદ્યોત' કરવામાં સૂર્ય સમાન એવા વાગ્ભટ્ટ અને આમ્રભટ્ટ પ્રમુખ મ`ત્રીએ પણ જિનશાસનના પ્રભાવક થઈ ગયા તેવા આ ભારતભૂમિમાં શ્રી વીરશાસનમાં ધર્મરાને ધારણ કરવામાં રર હવે કાણુ થશે?' આ પ્રમાણેનુ* ચિંતવન કરતાં તેમના શુભ ધ્યાનથી આકર્ષાયેલ