________________
ઉલ્લાસ ૧ લે અને પવિત્ર ભાવાળો હતે. વળી બાલ્યાવસ્થાથી જ જેણે જગતના હિતકારી વિશુદ્ધ સમ્યક્ત્વયુક્ત જૈનધર્મની સાથે ચૌલુક્ય-રાજ્યની ધુરાને પણ ધારણ કરી હતી, અર્થાત્ રાજમંત્રી થયો હતે. તથા સજજનેની સ્થિતિથી શોભનાર અને પિતાના વંશની ઉન્નતિ કરનાર એવા તેણે સદા દાનથી આદ્ર એવા પિતાના હસ્તથી હસ્તિરાજને પણ જીતી લીધે હતો. એ અધરાજના સમયમાં પોતાની ગુણશ્રેણિથી સમસ્ત સજજનેને પ્રસન્ન કરનાર તથા પ્રાગ્વાટ વંશના મંડળરૂપ એ આભૂશાહ નામે ચૌલુક્ય-રાજને સેનાપતિ થયે. કૃષ્ણ સમાન પરાક્રમી એવા તેણે સમસ્ત રાજાઓના માનનું મર્દન કર્યું હતું અને દાનલીલાથી સમસ્ત યાચકને ધનવાન બનાવી દીધા હતા. કહ્યું છે કે “પૂર્વે પ્રાગ્વાટ વંશમાં સામંતસિંહ પુરૂષ થયે, તેનો શાંત ચરિત્રવાળો શાંતિ નામે પુત્ર થયે, તેને બ્રહ્મના નામે પુત્ર થયે, તેને આમદત્ત નામે પુત્ર થયો, તેને નાગડ નામે પુત્ર થયે અને તેને અત્યંત બુદ્ધિમાનું એ આભૂ નામે પુત્ર દંડપતિ થયે.” તે આભૂમંત્રીને લક્ષ્મી સમાન લક્ષ્મી નામે ભાર્યા હતી અને તે પોતાની શક્તિ પ્રમાણે નિર્દોષ જિનભક્તિ કરતી હતી. જેના સુપાત્રદાનથી જાણે વશીભૂત થઈ હોય એવી લક્ષ્મી, ગુણવંત એવા તેના સ્વામીના મંદિરને કદાપિ મૂકતી ન હતી. તે દંપતીને પિતાના લાવણ્ય અને વિનયથી સર્વત્ર વિખ્યાત અને શીલ-શીલાની એક
+ હાથીને મદ ઝરે તે દાન કહેવાય છે. તેથી આને મદ ઝરતા હતિરાજની ઉપમા આપી છે.