________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
નાખ્યો, તેથી તે ઝુંપડી સળગી ઉઠવાથી તે પણ બળીને મરણ પામ્યો, અને અમના ધ્યાનથી તે આ શ્રીકાંત શેઠનો પુત્ર થયો, અને તેથી તેણે પૂર્વજન્મમાં ચિંતવેલો અઠ્ઠમ તપ હમણાં કર્યો. આ મહાપુરુષ લઘુકર્મી છે, વળી આ ભવમાં જ મોક્ષગામી છે, માટે તમારે તેને યત્નપૂર્વક પાળવો. વળી આ મહાત્મા તમોને પણ મહાન્ ઉપકાર કરનારો થશે'.
એ પ્રમાણે કહી નાગરાજ ધરણેન્દ્ર પોતાનો હાર તે બાલકના કંઠમાં નાખી પોતાને સ્થાનકે ગયો. ત્યાર પછી સગાઓએ શ્રીકાંતનું મૃતકાર્ય કરીને તે બાલકનું નામ ‘નાગકેતુ’ પાડ્યું. પછી અનુક્રમે તે બચપણથી જ જિતેન્દ્રિય થઈને પરમ શ્રાવક થયો.
એક દિવસ વિજયસેન રાજાએ એક માણસને ચોર નહીં હોવા છતાં તેના ઉપર ચોરીનું કલંક મુકી મારી નાખ્યો. તે મરીને વ્યંતર થયો. તે વ્યંતરે પૂર્વભવના વૈરથી સમગ્ર નગરનો નાશ કરવા એક શિલા રચી. અને રાજાને લાત મારી લોહી વમતો સિંહાસન ઉપરથી ભૂમિ ઉપર પાડી નાખ્યો. તે વખતે નાગકેતુએ વિચાર્યું કે હું જીવતો છતાં આવી રીતે સંઘના અને જિનમંદિરના નાશને કેમ જોઈ શકું ?’ એમ વિચારી તેણે પ્રાસાદના શિખર ઉપર ચડીને શિલાને હસ્ત વડે ધારી રાખી. ત્યારે તે વ્યંતર પણ નાગકેતુની તપશક્તિને સહન નહીં કરી શકવાથી શિલા સંહરીને નાગકેતુને નમી પડ્યો, તથા તેના કહેવાથી રાજાને પણ ઉપદ્રવ રહિત કર્યો.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ વ્યાખ્યાનમ્
૨૨