________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનનું
ત્યાં આવ્યો, અને કહેવા લાગ્યો કે - “હે બ્રાહ્મણ ! પરંપરાથી ચાલી આવતી રીત પ્રમાણે અમે અપુત્રીયાનું ધન ગ્રહણ કરીએ છીએ, તેને તું શા માટે અટકાવે છે?’ ધરણેન્દ્ર કહ્યું કે – “હે રાજનું ! શ્રીકાંતનો પુત્ર હજુ જીવે છે, તેથી તમે ધન કેવી રીતે ગ્રહણ કરી શકો ?' રાજા વિગેરેએ પૂછ્યું કે શ્રીકાંતનો પુત્ર કેવી રીતે જીવે છે?, અને તે ક્યાં છે?, ત્યારે ધરણેન્દ્ર તે બાળકને ભૂમિમાંથી જીવતો કાઢીને નિધાનની પેઠે દેખાડ્યો. બાલકને જીવતો દેખી સઘળાઓએ આશ્ચર્યચકિત થઈ પૂછ્યું કે - “હે સ્વામી ! આપ કોણ છો ? અને આ બાલક કોણ છે?' તેણે કહ્યું કે “હું નાગરાજ ધરણેન્દ્ર છું, અઠ્ઠમનો તપ કરનાર આ મહાત્માની સહાય માટે આવ્યો છું'. ત્યારે રાજાદિકે પૂછ્યું કે - “હે સ્વામી ! આ બાળકે જન્મતાં જ અટ્ટમનો તપ કેમ કર્યો ?' ધરણેન્દ્ર કહ્યું કે - “હે રાજન્ ! આ બાલક પૂર્વ ભવમાં કોઈ વણિકનો પુત્ર હતો, બાલ્યાવસ્થામાં જ તેની માતા મરણ પામી હતી અને તેથી તેની સાવકી માતા ઘણું દુ:ખ દેતી. એક વખતે તેણે પોતાના મિત્રને પોતાનું દુઃખ કહી સંભળાવ્યું. મિત્રે ઉપદેશ આપ્યો કે - “ભાઈ ! તેં પૂર્વજન્મમાં તપ કર્યો નથી, તેથી તારે આવી રીતે પરાભવ પામવો પડે છે ત્યાર પછી તેણે યથાશક્તિ તપ કરવા માંડ્યો. એક દિવસ તેણે મનમાં નિશ્ચય કર્યો કે - આવતા પર્યુષણ પર્વમાં અમનો તપ અવશ્ય કરીશ' એમ વિચારી તે એક ઘાસની ઝુંપડીમાં સૂતો. આ વખતે તેની સાવકી માતાએ અવસર મળવાથી નજીકમાં સળગતા અગ્નિમાંથી એક તણખો લઈ તે ઝુંપડીમાં
For Private and Personal Use Only