________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનમ્
માહામ્ય કહી શકે નહીં. “કલ્પસૂત્ર મહાપુરુષે રચ્યું છે, તો પ્રાકૃત ભાષામાં શા માટે રચ્યું?' એવી શંકા ન | કરવી, કારણ કે – મહાપુરુષો પરોપકારી હોય છે; બાલક, સ્ત્રી, થોડી બુદ્ધિવાળા, અને વૃદ્ધ પણ ભણી શકે માટે તીર્થંકર પ્રભુએ સિદ્ધાંત પ્રાકૃતમાં કર્યા છે.
કલ્પસૂત્રને વાંચવામાં તથા સાંભળવામાં મુખ્ય રીતે સાધુ-સાધ્વીઓ જ અધિકારી છે. તેમાં પણ યોગ વહન કરેલ સાધુઓને રાત્રે વાંચવા-સાંભળવાનો અધિકાર છે, અને સાધ્વીઓને નિશીથચૂર્ણિ વિગેરેમાં કહેલ વિધિ પ્રમાણે દિવસે સાંભળવાનો અધિકાર છે. પણ શ્રીવીરપ્રભુના નિર્વાણ પછી નવસો એંશી વર્ષ ગયા બાદ, મતાંતરે નવસો ત્રાણું વર્ષ ગયા બાદ, ધ્રુવસેન રાજાનો દીકરો મરણ પામવાથી શોકગ્રસ્ત થયેલા તે રાજાને સમાધિમાં લાવવા માટે આનન્દપુરમાં સભા સમક્ષ મહોત્સવપૂર્વક કલ્પસૂત્ર વાંચવાનું શરૂ થયું. ત્યારથી માંડીને ચતુર્વિધ સંઘ શ્રી કલ્પસૂત્ર સાંભળવાને અધિકારી થયો, પણ વાંચવાને તો યોગ વહન કરેલ સાધુ જ અધિકારી છે. - હવે આ પર્યુષણ પર્વમાં નીચે જણાવેલાં પાંચ કાર્યો તો અવશ્ય કરવાં-ચૈત્ય પરિપાટી', સમસ્ત સાધુઓને વંદન, સાંવત્સરિક પ્રતિક્રમણ, પરસ્પર સાધર્મિકને ખમાવવા અને અઠ્ઠમનો તપ કરવો. તેમાં અક્રમનો તપ મહાફળને દેનારો છે. માટે મુક્તિની સંપદાને ઇચ્છતા લોકોએ નાગકેતુની પેઠે તે તપ અવશ્ય કરવો.
૧૯
For Private and Personal Use Only