________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobaith.org
Acharya Shri Kailassagersuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનમ્
નાગકેતુની કથા - ચંદ્રકાંતા નામની નગરીમાં વિજયસેન નામે રાજા હતો. તે નગરીમાં શ્રીકાંત નામનો વેપારી રહેતો હતો, તેને શ્રીસખી નામે સ્ત્રી હતી, તેણીને ઘણે ઉપાયે એક પુત્ર થયો. હવે પર્યુષણ પર્વ નજીક આવતાં કુટુંબમાં સઘળા વાત કરે છે કે “અમે અઠ્ઠમ તપ કરશું”. એવું વચન સાંભળી બાલકને જાતિસ્મરણ ઉત્પન્ન થઈ થયું, તેથી ધાવણો છતાં તે બાલકે અટ્ટમનો તપ કર્યો. બાલકે ધાવવાનો ત્યાગ કર્યો. તે બાલક નહીં ધાવવાથી આંસુડાં પાડતી માતા શ્રીસખીએ પોતાના પતિ શ્રીકાંત આગળ વાત નિવેદન કરી. શેઠે વૈદ્યો તેડાવી ઘણા ઉપચાર કરાવ્યા, પણ બાળક ધાવતો નથી. કરમાઈ ગયેલા માલતીના પુષ્પની જેમ, તે બાલક નહીં ધાવવાથી પ્લાન થઈ ગયો. અનુક્રમે તે બાળકને મૂર્છા આવી, તેથી તેને મૃત્યુ પામેલો જાણી સગા- સંબંધીઓએ તેને જમીનમાં દાટ્યો. ત્યાર પછી પુત્રના દુઃખથી તેનો બાપ શ્રીકાંત પણ મરણ પામ્યો. તે નગરીના રાજા વિજયસેને બાપ અને દીકરો બન્નેને મૃત્યુ પામેલા જાણી તેનું ધન લેવા માટે પોતાના સુભટોને મોકલ્યા. હવે એટલામાં તે બાલકના અટ્ટમ તપના પ્રભાવથી ધરણેન્દ્રનું આસન કંપ્યું, તેણે અવધિજ્ઞાનથી સઘળું વૃત્તાંત જાણ્યું. ત્યાર પછી ધરણેન્દ્ર આવીને ભૂમિમાં રહેલા તે બાલકને અમૃત છાંટી સ્વસ્થ કર્યો, અને પોતે બ્રાહ્મણનું રૂપ કરી, તેને ઘેર આવી, ધન લેવા માટે આવેલા રાજાના માણસોને અટકાવ્યા. તે સાંભળી રાજા પણ તુરત
For Private and Personal Use Only