Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૩૧૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
(અનુટાઈટલ ૨ નું ચાલુ ) સિદ્ધાંતને વહેલી તકે તિલાંજલી આપી દેવી જોઈએ. બહુમતના સિદ્ધાંતવાળી કઈ પણ સંસ્થામાં આપણે દાખલ થવું ન જોઈએ—એ સિદ્ધાંતવાળી કઈ પણ સંસ્થા ચ્યવી ન જોઈએ. અળશિયાની જેમ ઉભરાઈ આવેલી તમામ સંસ્થાઓ બંધ કરી આજ્ઞાસિધ પરંપરાગત શ્રી સંઘમાં સૌએ કેન્દ્રિત થવું જોઈએ. વળી બહુમતની ધારણની કઈ પણ જૈનેતર સંસ્થામાં પ્રતિનિધિ તરીકે કેઈ જૈનને મેકલવા ન જોઈએ, ન કે જેને આગળ પડીને જવું જોઈએ. તેની પાકી ગઠવણ તુરત જ કરવી જોઈએ.
આજસુધી ભેળપણથી-વિશ્વાસથી-સરળતાથી જે કાંઈ થયું. પણ હવે જલ્દી ચેતી જવું જોઈએ.
- હું નીચે જે ગાથા આપું છું કે તે ગાથા “સ્તવપરિણા” ગ્રંથની ૧૨૯ મી ગાથા છે. ૨૦૩ ગાથાનો તે આ ગ્રંથ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે “પંચવતુ” માં મુક્યો છે. અને તેના ઉપર તેમની નાની માર્મિક ટીકા પણ છે. તે જ ગ્રંથને શ્રી ઉપાધ્યાયજી મ. શ્રી યશોવિજ્યજી મહારાજશ્રીએ “પ્રતિમાશતક ગ્રંથમાં આખે મૂક્યા છે. તેના ઉપર ઉપાધ્યાયજી મહારાજશ્રીની પિતાની સુંદર અવશુરિ પણ છે. ઉપાધ્યાયજી મ.શ્રી તે તેણે પૂર્વધરના ચેલા ગ્રંથ તરીકે જણાવે છે. અને
“ઇયં ખલુ સમુગ્ધતા સરસ દષ્ટવાદાદિત:” આ સ્તવપરિજ્ઞા ખરેખર સરસ દ્રષ્ટિવાદ નામના બારમાં અંગ વિગેરેમાં ઉદ્ભૂત હોવાનું જણાવે છે. પંદરસે કે સત્તર વર્ષ લગભગ જૂને પ્રાચીન ગ્રંથ લાગે છે. કદાચ વધારે પણ થયા હોય. પરંતુ શ્રી ઉમાસ્વાતિ માશ્રીની પછી છે એ વાત નક્કી છે.
એવા એ “સ્તવપરિણા” ગ્રંથની આ ગાથા છેન ય બહુગાણું પિ ઈન્થ અવિનાણું સેહણુ તિ નિયમોડ્યું ન ય ણે થાવાણું પિ હુ મુહેતર ભાવ જોગેણું
ભાવાર્થ – ઘણાઓને-બહુઓને એક મત (અવિમાન) શેભન જ હોય એવો પણ અહીં નિયમ નથી. છેડાઓને એકમત ન જ હોય એ પણ નિયમ નથી ડાઓને એકમત શેભન ન જ હોય એ પણ નિયમ નથી. (એકનો પણ નિર્ણય શોભન હોઈ શકે છે) અર્થાત એકમત-લઘુમત બહુમત કે સર્વાનુમતને સત્ય અને હિતકારી નિર્ણય લેવામાં નિયમપૂર્વક સ્થાન નથી. તેથી એ મજબૂત સિદ્ધાંત નથી. ત્યારે શું કરવું? * જમ્ત ર ભાવ જોગેશ એટલે મુતરૂ ભાવના યોગે જે નિર્ણય કરાય તે