Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: [ટાઇ. ૨. નું ચાલું] . શ્રી જૈન શાસન (અઠવાડિક)
શ્રી તવા ભાગ્યમાં પ્રતિપાતિ અને અપ્રતિપતિ અવધિજ્ઞાનને બદલે અવસ્થિત અને અનવસ્થિત એ બે ભેદ કહ્યા છે.
અનવસ્થિત હીતે વધતે ચ, વધતે હીયતે ચ, પતિપતતિ ચ ઉ૫ઘતે ચ ઈતિ પુનઃ પુનઃ ઉમિત અવસ્થિત યાવતિક્ષેત્રે ઉત્પન્ન ભવતિ તતે ન પ્રતિપતતિ આકેવલ પ્રાપ્ત રતિષ્ઠતે | આભવક્ષયાદ્વા જાત્યાન્તર સ્થાપિ વા ભવતિ લિંગવત કથા લિંગ પુરુષાદિવેદ ઈહ જન્મનિ ઉપાદાય જન્માંતર યાતિ જતુ તથા અવધિજ્ઞાનમપિ ઇતિ ભાવ ”
અનવસ્થિત અવધિજ્ઞાન વારંવાર ઉમિઓની જેમ ઘટે અને વધે, વધે અને ઘટે, નાશ પામે અને ઉત્પન થાય એવા સ્વભાવવાળું હોય છે.
વસ્થિત અવધિજ્ઞાન-જેટલા ક્ષેત્રમાં ઉત્પન્ન થયું હોય ત્યાંથી પાછું પડે નહિ, પરંતુ કેવળજ્ઞાન થાય ત્યાં સુધી ટકી જ રહે વળી એ અવધિજ્ઞાન લિંગની જેમ ભવક્ષય સુધી અથવા જન્માંતરમાં પણ રહે છે. જેવી રીતે પ્રાણ આ જન્મમાં લિંગ એટલે પુરુષવેદાદિ પ્રાપ્ત કરી અન્ય ભવમાં જાય છે અર્થાત્ કે પુરુષ, સ્ત્રી કે નપુંસકપણમાં આ ભવમાં હોય અને બીજા ભાવમાં પણ તે જ પ્રમાણે પુરૂષ, સ્ત્રી કે નપુંસકપણામાં ઉત્પન્ન થાય તેની જેમ અવધિજ્ઞાન પણ અન્ય જન્મમાં જાય છે–રહે છે.
૦ મન:પર્યવજ્ઞાનીને વિષય ક્ષેત્રથી આ પ્રમાણે કહ્યો છે.
જુમતિ મન:પર્યવઝાની નીચે તિય લોકના મધ્યભાગથી રત્નપ્રભા નામની પૃવીનરકમાં હજાર યોજન પર્યત સંજ્ઞા પંચેન્દ્રિય જેના મન જાણે છે, ઉદર્વમાં જતિમંડળ ઉપરના તળભાગ સુધી જઈ શકે છે અને તે બે સમુદ્ર અને અઢી દ્વિીપને જાણે છે.
વિપુલમતિ તે ઉક્ત વિસ્તાર (ત્ર લંબાઈ-પહોળાઈ-જાડાઈમાં અઢી આંગળ અધિક નિર્મળપણે જાણે છે.”
આ શ્રી ભગવતી સૂવ, રાજપ્રશ્નનીય વૃત્તિ, શ્રી નંદીસૂવ, શ્રી નંદીસૂત્ર ઉપરની શ્રી મલયગિરિજી મહારાજાની તિ, શ્રી વિશેષાવશ્યક વૃત્તિ અને કર્મગ્રંથશ્રત્તિ આદિને અભિપ્રાય છે.
જ્યારે શ્રી પ્રવચન સારોદ્ધારની વૃત્તિ અને ઉપપાતિક સૂત્રજી બત્તિમાં આ સંબં. ધમાં એમ કહ્યું છે કે- “સામાન્ય ઘટાદિ વસ્તુના ફકત ચિંતવનના પરિણામને ગ્રહણ કરનારૂ, કાંઈક અશુદ્ધ, અઢી આગળ બાદ કરતાં રહે એટલું મનુષ્યક્ષેત્ર જેને વિષય છે એવું સામાન્ય જ્ઞાન. ઋજુમતિ મનઃ પર્યાવજ્ઞાન છે. જ્યારે “વિપુલમતિ મન: પર્યવસાન ને વિષય તે સંપૂર્ણ મનુષ્યોગ છે.