Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
- જ્ઞાન ગુણ ગંગા જ
–શ્રી પ્રજ્ઞાંગ
– વશે ય શ્રી તીર્થંકર પરમાત્માઓનાં નામને સામાન્યાર્થી અને વિશેષાર્થ.
(૧) “ઋષતિ ગચ્છતિ પરમપદમિતિ ઋષભ”- પરમપદને જે પામે તે ઋષભ. “વૃષ' ધાતુ ભાર ઉઠાવવાના અર્થમાં છે. સંયમના ભારને સારી રીતે વહન કરે માટે “વૃવભ' એ પ્રમાણે પણ નામ છે. બધા જ શ્રી તીર્થંકર પરમાત્માને આ અર્થ લાગુ પડે માટે તે સામાન્યાથી કહેવાય.
વિશેષા–“ઉવૃષભલામ્બુનમભૂત, ભગવતે જનન્યા ચ ચતુર્દશાનાં સ્વપ્નાનામાદા વૃષભે દષ્ટ સ્તન વૃષભ” .
ભગવાન ની બને સાથળમાં વૃષભનું ચિહ્યું હતું અથવા ભગવાનના માતા શ્રી મરુદેવાએ ચોદે સ્વપ્નમાં પ્રથમ વૃષભને સ્વપ્નમાં જે માટે તેમનું “ઋષભ” નામ પડયું. - આ પ્રમાણે સર્વશ્રી તીર્થકરમાં પ્રથમ સામાન્યા અને બીજો વિશેષાર્થ જાણવો.
(૨) “પરીષહાદિભિજિત : ઈત્યજિત - બાવીશ પરીષહ, ચાર કષાય, આઠ કર્મ અને ચાર પ્રકારના ઉપસર્ગ આ બધાથી પણ જેઓ ન છતાયા માટે “અજિત'.
યદ્રા ગર્ભસ્થડસ્મિન ધુતે રાજા જનની ન જિતેત્યજિત”
અથવા જ્યારે ભગવાન માતાના ગર્ભમાં હતા ત્યારે પાટની રમતમાં રાજા, રાણીને ન જીતી શકેય માટે તેમનું “અજિત” નામ પડયું.
(૩) “શ સુખ ભવત્યસ્મિન સ્તુતે સઃ શમ્ભવા–“શ એટલે સુખ, જેમની સ્તુતિ-સ્તવના કરવાથી સુખની પ્રાપ્તિ થાય તે “શભવ.
બદ્ધા મભગતસ્મિન્નત્યધિક સયસંભવાત સમ્માપિ-અથવા ભગવાન જ્યારે ગર્ભમાં હતા ત્યારે પૃથ્વીમાં ઘણા ધાન્યની ઉત્પત્તિને સંભવ.
સંભવતિ પ્રકરણ ભવન્તિ ચતુરિáશદતિશય ગુણ સ્મિન્નિતિ સભવા જેઓમાં ચેત્રીશ અતિશયે પ્રકૃષ્ટ રૂપે પ્રગટ થાય છે માટે સંભવ કહેવાય છે. આ પ્રમાણે અવશ્યક નિયુકિત હારિભદ્રીય ટીકાની ગા૧૦૮૧માં કહેલ છે.
(૪) “અભિનઘતે દેવેન્દ્રાદિભિરિયભિનન્દન–દેવેન્દ્રો વગેરે વડે જેમની સ્તવના કરાઈ છે તે અભિનંદન..