Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૮ અંક ૪૬-૪૭ તા. ૩૦-૭૯૬
: ૧૦૩૭
આત્મા હોય ત્યાં સુધી. .
દુર રહેલી એક શિયાળણ લોહીની સુગંધથી પિતાના ભાવ સાથે ફાળ ભરતી કુદતી અને દેહતી ત્યાં આવી. પૂર્વ ભવની વૈરી છે. ચટ ચટ દાંતથી અવતિ સુકમાળની ચામડી ચુંટવા માંડી ઘટઘટ લેહી માંસ પીવા માંડી અને રડવડ નસે તેડવા માંડી.
જેવા શિયાળણના કષાયે વધારવાના સંગ તેવા અવંતિ સુકમાળના કષાયો ઘટાડવાના સંયેગ એક પગ ખેંચવા માંડી, ચામડી તેડે છતાં કાઉસ્સગ્નમાં ઉભેલા અવંતિ જરાયે બેલતા નથી. શા માટે નથી બોલતા ? શું જોયું? સંયમથી સુખ છે. અને સંયમ માં કષ્ટ હશે તે વધારે સુખ છે. ત્રણ કલાક સુધી એક પગ કે પછી બીજે પગ પણ ત્રણ કલાકે કર્યો છતાં મૃત્યુ નથી. તે અસમાધિ પણ નથી, એક ધાર્યું 'કલાકે સુધી ઉભા રહેવું, કાયા કપાતી હોય છતાં બેલવું નહિં. ત્રીજા પહેરે સાથળ કાપી. ચોથા પહોર ૫ટ કરડયું અવંતિ સુકુમાળ પડી ગયા અને દેહ તજ અને નલીની ગુમ વિમાન મેળવ્યું.
સવારે માતા ગુરૂ પાસે આવે છે પિતાના પુત્ર દેખાતું નથી તેથી ગુરુને પૂછે છે. મારે લાડીલ કેમ દેખાતું નથી ? ગુરૂએ કહ્યું કે તે મારી રજા લઈને સ્મશાનમાં ગયે. હવે તમને નહિ મળે. ગુરૂએ જ્ઞાનથી જોઈ લીધું હતું. મા અને પુત્રવધુએ જગલમાં ચાલ્યા ત્યાં આવીને જુએ છે. તે હાડપીંજર ચવાઈ ગયેલું પડયું હતું. મા આગળ આવીને કહે છે, તું આટલે નિધ કેમ બન્યું. તે ભલે અમને તયા પણ તારા દેહને કેમ તજ અરે અમને છેડયા પણ તારા ગુરૂને શા માટે છોડયા. બત્રીસ છીએ અને સાસુ (મા) વૈરાગ્યે ચડે છે. પણ એક ગર્ભવતી હતી. સાસુએ કહ્યું તમારે હજુ વાર છે તમે પછી દીક્ષા ગ્રહણ કરજે. ૩૧ સ્ત્રીઓ અને સાસુ (મા) ચરિત્ર લઈ લે છે.
ગર્ભવતી સ્ત્રીને પુત્ર થાય છે તેણે પાશ્વનાથનુ સ્મશાનમાં મંદિર બંધાવ્યું તેમાં પિતાના નામ ઉપરથી અવંતિ પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ સ્થાપના કરી. દુશ્મને એ તેને વેર-વિખેર કર્યું ત્યારે સિદ્ધસેન દિવાકર સૂરિએ કલ્યાણ મંદિર સ્તંત્ર રચી તેને - ફરી સજીવન કર્યું જે આજે પણ મજુદ છે. આ આત્મિક લેખને સાર એટલે જ છે કે સંયમ વિના શાંતિ નથી અને શાંતિ-મુકિત વગર સાચી શાંતિ ના મળે સુકમાળ શરીર ધનવાન અને દેવ ભવ જેવું જીવન છતા ત્યાગ જીવન અને કર્મ ખપાવવા કેટલી સહનશીલતા એજ અગત્યનું છે એ જ સી કેઈ આ લેખ વાંચી મુકિત સુખ મેળવવા કટિબદ્ધ બને એજ એક શુભ ભાવના શિવમસ્તુ સર્વ જગત: ,