Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
( ટાઈટલ ૨ નું ચાલુ)
શ્રી જૈન શાસન (અઠવાડિક) ) બીજા પ્રણામ પાંચ પ્રકારે છે. મસ્તક નમાવવાથી એકાંગ પ્રણામ બે હાથ નમાવવાથી દ્વિ અંગ પ્રણામ, મસ્તક અને બે હાથ નમાવવાથી ત્રણ અંગ રૂપ પ્રણામ, બે હાથ અને બે જાનુને નમાવવાથી ચતુરંગ પ્રણામ, બે હાથ, બે જાનુ અને મસ્તક એ પાંચે અને નમાવવાથી પંચાંગ પ્રણામ થાય છે. . . .
તથા દંડક અરિહંત ચેઈયાણું ઈત્યાદિ ચૈત્યસ્તવ રૂપ હતુતિ પ્રસિદ્ધિ છે. જે તેને અંતમાં અપાય છે. તે બેનું યુગલ અથવા તે બે યુગલ તે મધ્યમ ચૈત્ય છે.
આ કથાખ્યાન શ્રી કલ્પભાગ્યને અનુસાર કરેલ છે. તે ગાથા'निस्सकडमनिस्सकडे, चेइए सव्वहिं थुई तिन्नि ।
वेलं च चेइयाणिय, नाउइकिकिया वावि ॥'
અથર–એક નિશ્રાકૃત તેને કહેવાય કે જે ગરછના પ્રતિબંધથી બનાવ્યું હોય જેમકે, આ અમારા ગચ્છનું મંદિર છે. અને બીજું અનિશ્રાકૃત-કે જેના ઉપર કઈ ગચ્છને પ્રતિબંધ-માલિકીભાવ નથી. આ બધા ઝી જિનમંદિરમાં ત્રણ થાય કહેવી. પરંતુ બધા મંદિરમાં ત્રણ ત્રણ થેય કહેતાં ઘણે સમય જય અને વળી શ્રી જિન મંદિર ઘણું હોય તે એક એક શ્રી જિન મંદિરમાં એક એક થેય બેલે. આ પ્રમાણે શ્રી કલ્પભાષ્ય ગાથામાં ફક્ત ચે ત્યપરિપાટીમાં ત્રણ યની ચે ત્યવંદના ઉપરોક્ત નવ ભેદમાંથી છઠ્ઠા ભેદની કહી છે.
જેથી દંડકની પૂર્ણાહુતિમાં એક થેય અપાય છે તે દંડક સ્તુતિ યુગલ થાય છે.
તથા પાંચ દંડક, શકસ્તવ, ચૈત્યસ્તવ, નામસ્તવ, શ્રુતસ્તવ, સિદ્ધસ્તવ-આ પાંચ દંડક પૂર્વક ચાર રસ્તુતિ કરી સ્તવન કહેવું જયવીયરાય વગેરે પ્રણિધાન સૂત્ર કહે તે ઉત્કૃષ્ટ ચત્યવંદના કહેવાય છે.
(અનુ. પેજ ૧૦૪૮ નું ચાલુ) જ નહિ આત્મ કલ્યાણક વચને સાંભળીને આવનાર શાસન ભકત બની જતા. ૭૯ વર્ષના સંયમી જીવનમાં તેઓશ્રીએ સાધુ અને શ્રાવક વર્ગની સમાધિ માટે સર્વ કાર્યો ગૌણ કરીને સુન્દર સમાધિ આપેલ, સમાધિપત્ર લખીને અનેકનું મરણ મહેસવરૂપ બનાવ્યું. પિતાના પરમ ગુરૂદેવશ્રીથી માંડીને બાલસાધુઓને પર સમાધિ આપવા દ્વારા અનિતમસાણે સમતાલીનતાની બનાવી હતી. એથી જતે સમતા રસમાં લયલીન પરમગુરૂદેવશ્રી અરિત.. અરિહંત આવા ચાર શાશ્વત અકારના ઉચ્ચારણ સાથે સૌને પંડિત મરણ”નું સહજભાવી દર્શન કરાવી ઉદર્વગતીને વર્યા. આવા મહાપુરૂષ આપની સાથે સદેહે નથી પણ તેઓશ્રીની માહૌલક્ષિતા-શાસન પ્રભાવના–શુદ્ધસિધાતની સુરક્ષા એ પ્રેરણાબળ આપણે સાથે જ છે. છે વજન હે. પરમ ગુરૂદેવ શ્રીમદ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાને વંદન છે. જે