Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન (અઠવાડીક)
વાધ્યાયને બે રસ આવી જાય તે દુનિયાની કઈ ચીજ આપણને આકર્ષી શકે નહિ. પછી તે જીવ આજના વિજ્ઞાનથી જરા ય ચમકે નહી- આશ્ચર્ય પામે નહિ.
આજે તે બધા માને છે કે ધર્મ અને વિજ્ઞાનનું સુભગ મિલન ! કયાં વાયડુંઅધુરૂં વિજ્ઞાન અને અનંતજ્ઞાનિઓએ કહેલે સંપૂર્ણ ધર્મ કયાં? વિજ્ઞાનને જન્મ શામાંથી થયે? વિજ્ઞાનને જન્મ સ્વાર્થમાંથી થયે અને ધર્મને જન્મ અનંતજ્ઞાનિઓએ આ અમારું વિજ્ઞાન એટલે વિશિષ્ટ વિશેષ જ્ઞાન જ્યારે તમારા વિજ્ઞાનમાં મોટેભાગે આરંભ અને સમારંભ!
વિજ્ઞાને આજે શું સર્જન કર્યું? આજે આખું જગત કયાં ઊભું છે? બે-ચાર જણાં પાગલ પાકયા તે અડધું જગત સળગી જાય... ધમની આગળ વિજ્ઞાન કેવું લાગે છે- બચુ કે સમાન?
તમે અને અમે બધા જેન જગતમાં જન્મ્યા છીએ. જ્યાં શ્રી જૈન શાસનની હવા ફેલાયેલી છે. તમને તે હવા અડી છે ખરી? તમે અને અમે તેજ ભેગા કેમ થઈ શકીએ? તમારી-અમારી વચ્ચે જેને શાસન છે માટે અમને તમારા પૈસાટકા દેખી કાંઈ થાય? તમને અમારા રૂપ-રંગથી કાંઈ થાય છે. શ્રી જૈન શાસન કહે છે કે, આ જગતમાં રહેવા જેવું નથી. ચાર ગતિમાંથી એકપણ ગતિ આત્મા માટે રહેવા લાયક નથી આ વાત મંજુર છે? જગતનું દુ:ખ અને સુખ પણ બેમાંથી એકે સારું નથી કેમકે દુખ ષ પેદા કરાવે છે અને સુખ રાગ પેદા કરાવે છે એમ બંને ય આત્માની પાયમાલી કરે છે. તે પછી રહેવા જેવું કયાં? મેક્ષમાં જ. મેક્ષમાં જ જવું હેય તે જગતની સારી કે નરસી બધી ચીજે ઓળખવી પડે તે માટે ભગવાનનું શાસન સમજવું પડે. આજની કેઈપણ ચીજમાં મૂંઝાવા જેવું જ નથી. ભગવાન ઉપર ખરેખર શ્રદ્ધા થાય તે જ આ વાત હૈયામાં પેસે અને ધર્મ જ ઉપાદેય છે એમ લાગે તે વિજ્ઞાન વામણું લાગે. ધર્મમાં જે તાકાત છે તે વિજ્ઞાનમાં નથી તેમ લાગે.
' ' : શાસન સમાચાર : હરિદ્વાર (ઉ.પ્ર.)-અગે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ મંદિરની ભવ્ય અંજન શલાકા પ્રતિષ્ઠા એક વર્ષ પહેલા થઈ તા. ૧૯-૪-૯૬ ના શ્રી દીપચંદ ગાડને હાથે નવીન ધર્મશાળાને પાયે નંખાયે હતું જેમાં ૪૪ રૂમ ત્રણ હાલ મોટા અને એક હલ નાને થશે. - ઘોઘા-દેરાસરની વર્ષગાંઠ પૂ. આ. શ્રી વારિષેણસૂ. મ.ની નિશ્રામાં ઉજવાઈ આસપાસના ઘણા ગામેથી ભાવિકે પધાર્યા હતા.દાઠામાં પૂ. આ.શ્રી વિજય ભુવનતિલકસૂ. મ.ની ૨૪મી સ્વર્ગારોહણ તીથી તા. ૧૯-૨-૯૬ની ઉલાસથી ઉજવાઈ હતી,