Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૮ ૧૦૦
શ્રી જન શાસન (અઠવાડિ)
જુઓ ! જુઓ! પેલે ધમને પૂજારી, આવા ગાઢા જંગલમાં ય ધર્મ કરવા બેસી ગયો. લુંટારૂઓના ભયથી આપણે સૌ ફફડી રહ્યાં છીએ. હિંસક પ્રાણીઓની ગજેનાથી આપણે ધ્રુજી રહ્યાં છીએ અને વનની અઘેર ઝાડીમાંથી આવતે ભયંકર અવાજ આપણુ કાનના પડદાને ચીરી રહ્યા છે. આપણે જ જે રાજય ગભરાય છે. છતાં પણ આ ધર્મને પૂજારી જરા પણ ગભરાતું નથી. આ પ્રમાણે બકતું બકતું સંય આગે બઢી ગયું. - .
ખરેખર ધર્મનું શરણ જે સ્વીકારે છે તેને ભયને ફફડાટ હેતે નથી.
ધમ-ધમ કરતું વિરાટ સૈન્ય શ્રાવક મહણસિંહ પાસેથી પસાર થઈ ગયું. શ્રાવક મહણસિંહનું ચિતડું પાપની આચના કરવામાં ચિટકી ગયું હતું. પોતે કયાં છું? અને કયી પરિસ્થિતિમાં હું તેને વિચાર પણ તેઓના મન ઉપર સવાર થતું નથી. આવશ્યક ક્રિયાના રાગી એવા શ્રાવક મહણસિંહે સઘળી માયાજાળ ત્યાગી દીધી બસ! દિવસભરના લાગેલા પાપથી હું પાછો ફરી જાવ.
શ્રાવક મહણસિંહ પાવનકારી પવિત્ર કિયા કરવામાં મગ્ન બની ગયા. સાવજ બની બેઠેલા તેને ગમે તેવી પરિસ્થિતીથી ગભરાય એવા હતા નહિ. બાળપણથી જ મા એ એવું ધાવણ ધવરાવ્યું હતું કે ગમે તેવી તંગ પરિસ્થિતિમાં પણ ધર્મને છોડ નહિ. ભૂલ નહિ. અનુકુળ સગો હોય કે પ્રતિકુળ સંગે ય તેઓ ધર્મ આરાધના ખુબ જ શાંતિ તથા ભાવપૂર્વક કરતા તેઓની અડગતા દીવ દાંડી જેવી સ્થિર હતી. ભરજંગલમાં પણ આવશ્યક ક્રિયાની આરાધનામાં તેઓ લયલીન હતા.
- ભયંકર ભરજંગલ પસાર કરી નિરધારીત કરેલ પડાવ ઉપર આખી ના પહોંચી ગઈ આરામ કરતાં રાજને આવતી કાલના પડાવની, આવતી કાલના કુચની અને આવતી કાલના કાર્યક્રમની યાદ આવી ગઈ હજી, આવતી કાલને કાર્યક્રમ નકકી કરવાને હતે. વળી રાજને આની ચિંતા શા માટે? આની સઘળી ચિંતા તે શ્રાવક મહણસિંહ કરતા હતા. શ્રાવક મહણસિંહ રાજાના મુખ્ય સેનાપતિ અને અંગત સલાહકાર હતા. તાની માટી કેઈપણ વાતમાં શા શ્રાવક મહણસિંહની સલાહ લેતાં સમયસર મળતી ઉચીત સલાહને કારણે જ તેઓને પૂછયા વગર એકેય પગલું ભરતા નહિ. આવતી કાલના પડાવની, કુચની અને કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવા રાજાએ શ્રાવક મહણસિંહને યાદ કર્યો,
પણ શ્રાવક મહણસિંહ તે કયાંથી હાજર થાય? તેઓને હાજર કરવા માટે ભર જંગલમાં જવું પડે. અરે, ત્યાં શ્રાવક મહણસિંહ તો પિતાની સાધનામાં મસ્ત છે.