Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વ૮: અંક ૩૯-૪૦ : તા. ૧૧-૬-૯૬
: ૯૧૩
સેટરે ઉતર્યો હતે આ દિવસે નવકારશી રાખવામાં આવી હતી. લગભગ ર૦ હજાર ભાવિકે એ લાભ લીધું હતું. બપોરે મંડપમાં પ્રવચન થયુ તેમાં પાંચેક હજારની હાજરી હતી.
- સાંજે ઓસવાલ સેન્ટરના હેલમાં તેમજ શ્રી નેમિનાથ પ્રભુના દેરાસરે ભવ્ય મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાપૂજામાં કુવારા, ઝુમ્મર, લાઈટ, જાતજાતના રંગોથી રંગોળીએ, કુલને સુંદર શણગાર આદિ રાખવામાં આવ્યું હતું.
અને રાત્રે ૯ વાગે મુમુક્ષુ શ્રી જયેન્દ્રભાઈને સન્માન સમારોહ જવામાં આવ્યું હતું. તેમના સંબંધીઓ તેમજ ગામ–બહારગામના ૬૦ જેટલા સંઘએ બહુમાન કર્યું હતું. ગત ગીત તેમજ દીક્ષા ગીત અને વકતવ્ય પણ થયા હતા. શ્રી જયેન્દ્રભાઈએ લગભગ અડધે કલાક સુધી સુંદર પદાથ નિરૂપણ પૂર્વક વકતવ્ય કર્યું હતું. સંસારના સુખ માટે ધર્મ ન કરાય. છતાં કેઈ કરે તે તેને થતા નુકશાને જણાવ્યા હતા. લગભગ ૮ થી ૧૦ હજાર ભાવિકે એ હાજરી આપી હતી.
લગભગ રાતના પિણાબાર સુધી આ પ્રોગ્રામ ચાહ્યું હતું. આઠમા દિવસે સવારે -૩૦ વાગે શ્રી જયેન્દ્રભાઈએ સ્નાત્રyજ ભણાવવા રૂપ માંગલિક કર્યું હતુ. પછી સાત રસ્તાથી હાથી ઉપર બેસીને વષીદાન દેતા દેતા દીક્ષા સ્થળે આવ્યા હતા. વિદાય તિલકને ૧૧,૧૧,૧૧૧ રૂપિયામાં આદેશ અપાયે હતો. તે શ્રી જયેન્દ્રભાઈ ના બનેવી શ્રી દીલીપભાઈ ભાયચંદભાઈ મારૂએ લીધું હતું.
૮-૩૦ વાગે રજોહરણ અર્પણ કરાયું હતું. અને પાદશ વાગે લેચ કરાયે હતે શ્રી જયેન્દ્રભાઈના નામ જાહેર કરવા અંગે તેમના જ સુપુત્ર કુશલકુમારે સાડાચાર, લાખ રૂપિયા બોલીને લાભ લીધું હતું. શ્રી જયેન્દ્રભાઈનું નામ શ્રી જિતધર્મવિજયજી પાડવામાં આવ્યું હતું. તે પૂજ્ય સિદ્ધાંત રહસ્યવેત્તા પૂ. આ. દેવ. શ્રી ચંદ્રગુપ્ત સ. મ. સા. ના શિષ્ય તરીકે જાહેર કરાયા હતા. '' - આજે પણ નવકારશી રાખી દેવાથી લગભગ ૩૦-૩૨ હજાર ભાવિકેએ લાભ આપ્યું હતું. આજે બપોરે સત્તરભેદી પુજા રાખવામાં આવી હતી. તેમાં લગભગ પાંચ હજાર જેટલી મેદની ઉમટી હતી. રાત્રે ભાવના રાખવામાં આવી હતી.
- નવમા દિવસે સવારે ૬ વાગે મુનિશ્રી જિતધર્મ વિ. મ. પૂ. ગુરુદેવ સાથે સંસારી ઘેર પધાર્યા હતા. અને નિવાસસ્થળે ગુરુપૂજન માંગલિક પ્રવચન અને પ્રભાવના થયા હતા. જામનગરથી જેઠ સુદ-૧૦ ના વિહાર થશે પછી રાજકેટ માસુ હોવાથી તે તરફ ગુરુદેવ સાથે વિહાર કરનાર છે. જેઠ વદ-૫ ની વડીલીક્ષા રાજકોટ મુકામ થશે