Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૬૦૪ :
*
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
એમની જ ભુલનું અનુકરણ અમે કરશું તો મહારાષ્ટ્રનાં સ ઘેન એકતાને આદશ શી રીતે આપી શકશું .
મહારાષ્ટ્રના સંઘને એકતાને આદેશ આપવાનો દેખાવ કરનારાઓ કેવા દંભી છે એ એમની પત્રિકાના લખાણ ઉપરથી જ જણાઈ આવે એમ છે. એકતાને આદર્શ આપનારા કોઈ દિવસ બીજાને ઉતારી પાડે ખરા ? બીજને તિરસ્કાર કરે ખરા ? બીજાનું અપમાન થાય એવું લખાણ કરવા આદિની પ્રવૃત્તિ કરે ખરા ? સાંગલીના ટ્રસ્ટીઓએ તે કેવળ “વિજયરામચંદ્ર સુ. આવા તે છઠા શબ્દથી પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્રસૂ મ. સા. નું નામ ઠરાવની પત્રિકામાં લખી કેવું ઘેર અપમાન કર્યું છે ? જે સજજન અને સહદય માનવથી સહન ન થઈ શકે. તેમજ પ. પૂ. આ. કે. શ્રી રામચંદ્રસૂ” મ. સા. પ્રત્યે શ્રદ્ધા ધરાવનારા સ ઉપર જુદ્દો આરોપ લગાવીને પણ કેવું અપમાન કર્યું છે?
એકતાના આદર્શવાળા ભેદભાવની વૃત્તિ કયારેય પણ રાખે ખરા ? આ ટ્રસ્ટીએની ભેદભાવવાની વૃત્તિ પણ કેવી છે. તે ઠરાવની પત્રિકાઓ ઉપરથી જણાઈ. આવે
તેવી છે.
બીજી બાજુ અમારા સંઘમાં ડીસાને વર્ગ પૂ. આ. ભ. શ્રી સુબોધસાગર સૂ. ને માનનાર છે. કેટલાંક વગ શ્રી રામચંદ્ર સૂ. ને (અહીં પણ તે છડાઈથી જ નામ લખવાની કેવી બાલીશતા ટ્રસ્ટીઓએ કરી છે? “પ. પૂ. આ. ? આટલા શબ્દો પણ પૂ. શ્રીના નામ આગળ લખવા માટે ઍમના હયાએ કામ ન કર્યું ને કલમે પણ કામ ન કર્યું) કેટલોક વર્ગ અચલગચ્છીય છે. અમારે બધાને સાથે લઇને ચાલવાનું છે.”
જો બધાને સાથે લઈને જ ચાલવાની ટ્રસ્ટીઓની મને ભાવના હોય તે પત્રિકા એમાં ઉપર તથા શ્રી આત્મ-કલમદાન-પ્રેમ-ભુવનભાનુ-ધર્મજિનસુરીવરેજો નમો નમ:આ રીતના લખાણમાં પ. પૂ. આ. શ્રી રામચંદ્ર સૂ. મ. તથા પ. પૂ. આવ્યું છે. શ્રી સુબોધ સૂ. મ. વગેરેના નામ કેમ ન લખ્યા. એમના નામ કેમ ઉડાડી દીધા ? એકતાને આદર્શ લઈને ફરનારા આ ટ્રસ્ટીઓને એ આદર્શ કે સંઘને સાથે . લઇને ચાલવાની ભાવના પણ આમાં સચવાઈ છે ખરી? સાંગલીના સંઘના લોકોને પણ લાગે ખરૂં ને કે આ લેકે એક પક્ષીય બનીને ઉપરોક્ત લખાણ કર્યું છે. અને આ રીતે કરવાથી સંઘમાં એકતા સચવાય ખરી?