Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૮ અંક ૩૫-૩૬ તા. ૧૪-૫-૯૬:
૧ ૮૩૩
છે તેમણે આપણને શિક્ષાપાઠ આપે કે-બેટું ચાલે તો તેને ખોટું જાહેર ક્ય વિના રહેવું નહિ, તે જ સત્ય હાથમાં રહેશે. કલિકાલ સર્વજ્ઞ આચાર્ય ભગવંત જી હેમચ દ્રસુરીશ્વરજી મહારાજાએ પણ ફરમાવ્યું છે કેજમવંસે ક્રિયા છે, રવ સિધાંતા વિપ્લવે,
અશક્ત નાડપિ વક્તવ્યું, ક્રિ પુના શક્તિશાહિના ?' . ક્રિયાને લોપ થત હોય, સિદ્ધાંતને નાશ થતો હોય ત્યારે શકિતમાને કઈ પૂછે કે ન પૂછે તે પણ બોલવું કે “આ ખોટું જ છે.” જાણીબુઝીને જે તે ન બોલે તે તેને સંસાર અનતે વધે.
પ્રઃ કલેશ વધે તે પણ " ઉ. કલેશ વધે તે પણ કહે છે. આમ તે હકીકત કહેવાની છે. જો તે પેટને ખોટું ન કહે અને બધાં ઉભાગે જય તેનું પાપ તેને લાગે..
૫.ગુણ્યા પાંચ પચીશ જ કહેવાય, કઈ છીશ કહે, કોઈ વશ કહે અને કોઈ ત્રવીશ કહે તે સાચે કેશુ? પચીશ કહેનાર એક હેય તે પણ સાચો, ' બીજા બધાં જ ખોટા. દુનિયામાં પણ જે સાચી વાત છે હૈ એકલો બોલે તે ય સાચે જ કહેવાય, બીન ખોટાં જ કહેવાય.
શ્રી. વલભસૂરિજી મહારાજ શ્રી આત્મારામજીનું જીવનચરિત્ર લખતાં લખી ગયા કે-જયાં ખાટું દેખાયું તે મહારાજ બોલ્યા વિના રહ્યા નથી. તેમનું આખું જીવન ખા ટાને નાશ અને સત્યની રક્ષા માટેના ઝઘડામાં જ પસાર થયું છે. મહારાજ શ્રી આત્મારામજીના રવગવાસમાં ય પ્રપંચ થયો છે તે વખતે તેમના ભકતે એ બરાબર સાચવ્યા છે. તે વખતે કુમતના ઝઘડા ખૂબ ચાલતા. મહારાજ કાળ પામ્યા ત્યારે ય દાણી ધમાલ થઈ. તે ધમાલમાં ય શ્રાવકે પહોંચી વળ્યા. સ્થાનકવાસીઓ પણ ધમાલ કરવા આવી ગયા અને એવી વાત વહેતી મૂકી કે-“મહારાજને વિષ આપ્યું છે. તે વખતે આ ૫ણ શ્રાવકોએ તે રાત કે બેસાડીને અગ્નિ સંસ્કારની રજા મેળવી લીધી. અને અગ્નિસંસ્કાર પછી તેમની રાખની શીશી તપાસ માટે મોકલાઈ પણ કાંઈ નીકળ્યું નહિ તે તે રાખના વરઘેડા નીકળ્યા અને ગામેગામ ફેરવાઈ. જે પૂરવાર થયું હતું તે શાસનને કેવું નુકશાન પહોંચત! પણ આનંદમાં આવી છે કે એ તે રાખના પણ વરઘોડા કાઢ્યા. સત્ય માટે શું શું કરવું પડે ?
૧૦ પાપભીરુ હય, પરલોકને માને, મેલ માગ માને પણ એક ભૂલ કરે તે ચલાવાય?