Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
පපපපපපපපපපපපපපපපපපපපප શ્રી હસ્તગીરી તીર્થના નિર્માતા શ્રી કાંતિભાઈની ચિરવિદાય ප%සාදපපපපපපපපපපපපපපපපප
સુમધુર વાણીમાં પૂ. આચાર્ય શ્રી વિજય માનતુંગસૂરીશ્વરજીના શો યાત્રિકે અહોભાવથી ઝીલી રહ્યા હતા. પ્રશાંત વાતાવરણમાં પૂ. શ્રી ધીરગંભીર વાણીમાં એક વિચાર વહાવી દીધું. પ્રસંગ હતો બાર ગાઉની યાત્રાને અને સ્થળ હતું હરતગિરીના આદીશ્વર દાદ ના પગલાનું.
“હસ્ત ગિરી શત્રુંજ્યની ટૂંક છે અને તે એટલી જ પવિત્ર છે, અત્રે કઈ ભાગ્યશાળી દહેરારારનું નિર્માણ કરે તે શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓ આવતા રહે અને આ તીર્થ જાગતું રહે.” આચાર્યશ્રીના શબ્દો પૂરા થયા અને પળના પણ વિલંબ વગર એક શ્રાવક ઉભા થઈ વંદન કરી આ કાર્ય એમનાથી થાય એવા આશીર્વાદ માગ્યા. એ શ્રદ્ધાળુ શ્રાવ હતા પાટણના મુંબઈમાં રહેતા શ્રી કાંતિલાલ મણિલાલ ઝવેરી.
એમ મુંબઈ છોડી અને હસ્તાગિરીને પિતાનું ધામ બનાવ્યું. પોતાની ધનસંપત્તિ, શારીરિક, બૌધિક અને માનસિક શકિતઓના તેને હસ્તગિરિ તરફ વાળી દીધા અને હસ્તગિરી તેમનું કાર્યક્ષેત્ર બની રહ્યું. એમણે પિતાનું સર્વસ્વ ન્યારછાવર કરી ધન્યતા પ્રાપ્ત કરી.
આ તીર્થોદધારની શરૂઆત કરી ત્યારે આ મહાન ભગીરથ કાર્યની કષ્ટસાધ્યતાની કદાચ કેઈને પણ ક૯૫ના નહી જ હોય ! જેમ જેમ કાર્યમાં ઉતરતા ગયા તેમ તેમ અનેક કસોટીઓ સામે આવીને ઊભી રહી ગઈ. એમાં શ્રી કાંતિભાઈની કાર્યદક્ષતા, ક્ષમતા, છે અને સત્યશીલતા કસોટીએ ચડી અને તેમની અખંડ શ્રદ્ધા અને દુરશીપણથી અને પૂ. આ. શ્રી વિજય રામચંદ્ર સૂ. મ. આદિ ગુરૂભગવંતના આશીર્વાદથી આ ખુબ જ ભગીરથ કાર્ય સફળતાથી પાર પાડયું.
શ્રી કાંતિભાઈનું વ્યકિતત્વ ખુબ જ સૌમ્ય અને વિનમ્ર અને ઓછું બેલવાની ટેવ. છતાં ધર્મ પ્રત્યેની અખંડ શ્રધ્ધા અને અથાગ પરિશ્રમ કરવાની ગજબની શકિત સતત તપસ્યા ખુબ જ સાદાઈ સાથે સગવડતાની ઉપેક્ષા પણ વિચારો અને નિર્ણમાં ખુબ જ મકકમ.
તેમના માતુશ્રી, બહેને, ભાણેજે, બનેવી વિગેરે કુટુંબની દશ વ્યકિતઓએ દીક્ષા અંગીકાર કરી હતી. તે પોતે પણ સંસારમાં સાધુસમાં હતા. તેમના પત્ની કંચનબેન તથા બહેન સૂર્યાબેન પણ કાંતિભાઈને આ ભગીરથ કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત કરવામાં ખુબ સહાયક બન્યા હતા,
હસ્તગિરી તીર્થ નિર્માણ કરીને શ્રી કાંતિભાઈએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે, પણ હસ્તગિરી છે ત્યાં સુધી કાંતિભાઈ જીવંત રહેશે, અમર રહેશે