Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૮ અંક ૨૫ તા. -૨૦૨–૯૬ :
૬૨૫
આ વસ્તુ સમજાવી ચુકેલ છે : કારંણ કે તમે તે પહેલે ચાપાર અને પછી નીતિ, એમ માન્યું છે. વ્યાપાર પડી ભાંગે, પેઢી તુટી જાય, પૈસા ચાલ્યા જાય, છતાં નીતિને ન જ છો, એવું કેણ કહી શકે ? નીતિને એકાંત આગ્રહી હોય તે ! વ્યાપાર કરતાં જે નીતિને વધારે ઈષ્ટ માનતા હોય તે !! સંસાર જેને તજવા લાયક લાગ્યું હોય તે !!
એજ રીતિએ આ મહાપુરૂષ કહેતા કે-સમુદાય પછી અને સત્ય પહેલું. આ સમુદાય વિખાઈ જાય, આ સમુદાય વિખરાઈ જાય, તે તેને વાંધો નહિ, પણ શાસન . વીંખાવું નહિ જોઈએઃ શાસનનું અપમાન કરનારાઓને માટે પણ સમુદાય નહિ જોઈએ
સભા : સાહેબ! આ બધું બનવાનું કારણ શું? કેટલાક તે જુદું જ કહે છે શાસન અને સમુદાયનું હિત હેડે હોય તે પિતાને દેષ કબુલ કરી ?
તે વખતના કેઈ અનુભવીને પૂછજો કે–આ બધું બનવાનું કારણ શું ? એમાંના કેઈને પૂછશે તે કહેશે કે-ઈર્ષ્યા, અજ્ઞાન છે પણ તમે ફરીથી પૂછજો કે એ શી રીતિએ? પછી પ્રાય: નહિ બોલે. કદાચ એમ પણ કહેશે કે–પ્રાચીન પુરૂષ હતા, એટલે તમારે કહેવું કે-ભલે પ્રાચીન પુરૂષ હતા, પણ ગુહે કેને? ખાનગીમાં વારંવાર માફી માગવા તયારી બતાવેલી કે નહિ? ઈર્ષ્યા કે અજ્ઞાનથી એમ બન્યું તે માફી માગવા કેમ તૈયારી કરાઈ? કઈ મૂર્ખ તે એમ પણ કહેશે કે મહારાજ ભેળા હતા એટલે સમજણ થડી હતી, માટે આમ થયું. તે તમે પૂછજો કે એવા ભેળા અને ડી સમજણવાળાને પહેલાં ગુઃ કેમ બનાવ્યા ? શું પહેલાં ખબર નહિ હતી ? ભલે કઈ માણસ ભેળ હૈય, પણ બહાર ભૂઠું બોલાય, નિદા થાય, તે એટલું તે સમજી શકે ? અને જે ભેળા જ હતા તે તમારી કાકલુદીથી અને વારંવાર ભકતને મોકલી વિનવણીઓ કરવાથી - પીગળ્યા કેમ નહિ? કઈ કઈ વાર ભૂખંઓ આવીને કહેતા કે-“સાહેબ! એમ કહેવાય છે કે-આપના ભોળપણને લીધે આ બની રહ્યું છે. ત્યારે આ મહાપુરૂષ કહેતા કે-વાત સાચી છે. જે તેઓ મને ભેળે ન કહે તે દુનિયામાં કર્યું મોટું લઈને ફરી શકે? મને ભેળે કહે તે જ એ બીચારા ચરી ખાઈ શકે. ખરેખર, જુડ઼ાઓને પોતાની ઈજજત જાળવવાને માટે ઘણી વાર સાચાઓને દુરાગ્રહી, જદી, ભેળા વિગેરે કહેવું પડે છે ! પણ પિતાની નામના જાળવવાને માટે મહાપુરૂષના ઉપર આક્ષેપ કરનારાઓની અધમતા વર્ણવી વર્ણવાય તેમ છે? એવાઓને કહી છે કે-આવી હલકટ મનેદશા તજી, શાસન અને સમુદાયનું હિત હેડે હોય તે, પિતાના દેષને કબુલ કરતાં શીખે ! આવા આક્ષેપ કરનારાઓ પણ હોવા છતાં, ઘણાને ક્રોધ, આજ્ઞાનની નિંદા અને અધમને તિરસ્કાર વેદ્દીને પણ, એમ જ કહેવાય કે-“શાસનને ગુન્હ છે માટે ખાનગીમાં માફી નહિ જોઈએ!'-આ કયારે બને ? બધા જ કરતાં શાસન વહાલું લાગ્યું હોય તો!
( જેના પ્રવચન વર્ષ ૬ અંક ૩૯ મે )