Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
- ૬૨૪ : .
* શ્રી જૈન શાસન (અઠવાડિક) અપમાન શાસનનું અને ટેક જળવાય અમારે, એ ન ચાલે ?
આ મહાપુરૂષની નિઃસ્પૃહતા અને મકકમતા તે એટલી બધી હતી કે પેલાએ પગમાં પડવાને તૈયારી દેખાડે, ખાનગીમાં હજાર વાર માફી માગવા આવે, કહે તેવું - ખાનગીમાં લખી આપવાને તૈયાર થાય, છતાં આ મહાપુરૂષ કહેતા કે-“તમે ગુન્હો મારે
નહિ પણ શાસનનો કર્યો છે. મારો ગુન્હ કર્યો હોય તો હું માફી આપી શકું, પણ તમે શાસનને. ગુન્હો કર્યો છે, માટે માફી ખાનગીમાં નહિ, જાહેરમાં માગવી જોઈએ. પેલાએ કરગરે, ખાનગીમાં લાખાવાર માફી માગવાનું કહે, છતાં અહીં તે વાત જ એક.: ગુહ શાસનને માટે માફી જાહેરમાં જ માગવી જોઈએ. એ કહેતાં કે-બેટી નામનાના ભીખારીએ શાસનનું ભલું તે નથી જ કરી શકવાના, પણ શાસનનું ભૂંડું કરવાના છે એવાને મારા બનાવવાથી ફાયદો પણ શે? તમે જુઓ કે-આજે રાજયમાં પણ એવી જ વ્યવસ્થા છે. કેઈ પણ માણસ, પછી તે રાજ્યને અમલદાર પણ હોય. , છતાં જે તેનું તમે વ્યક્તિગત અપમાન કરે, તે કાયદે કહે છે કે એક વ્યકિત તરીકે તેણે બદનક્ષીની ફરીયાદ કરવી જોઈએ
પણ જે એજ વ્યક્તિ પિતાના અધિકારના સ્થાન ઉપર હોય અને તેનું તમે અપમાન કરે, તે એ અપમાન એ વ્યક્તિનું નથી ગણાતું, પણ તંત્રનું અપમાન ગણાય છે. વ્યક્તિગત અપમાન અને તંત્રના અપમાનમાં પણ શિક્ષાને ફરક હોય છે. એ પ્રસંગ અહીં ઉપસ્થિત થયે હતે. ઘણા ડાહ્યા ગણાતા અને સાથે શાસનસેવાનું કાર્ય કરનારાઓએ પણ કહેલું કે સમુદાયના હિતને માટે ખાનગીમાં માફી આપવી જોઈએ; એ માફી માગે છે એથી આપને ટેક તે જળવાય જ છે ! ત્યારે એ મહાપુરૂષ કહેતા કે-અપમાન શાસનનું અને ટેક જળવાય અમારે, એ ન ચાલે ! શાસનને ટેક જળવા જોઈએ ! અમારે વળી અપમાન શું? વિચાર તે કરે, અનંતકાળ સુધી સંસારમાં ” ભટકયા, એ એ છું અપમાન છે ? અમારું કહ્યું કદાચ કેઈએ ન પણ માન્યું, તે પણ અમારૂં શું જવાનું ? ખરેખર, જેને પિતાના અપમાનની પરવા નથી, તેઓ શાસનનું અપમાન સહી શકતા નથી અને જેઓને પિતાના માનાપમાનની પરવા છે. તેઓ શાસનના અપમાનને સહેજે હે જે સહન કરી શકે છે ! “શાસનની આજ્ઞા સ્વીકારાય, શાસનના અપમાન માટે જાહેરમાં માફી મગાય, તે જ હું ભેળવું.–આવું ક્યારે બને ? તે કાળમાં તે એવી ય સ્થિતિ હતી કે તેમને લીધે માન્યતામાં વધારે થાય અને તેમને વેગળા રખાય તે અજ્ઞાન લેકમાં નિજા વધે, છતાં પણ એવી સ્થિતિમાં સિદ્ધાંત રક્ષા માટે મકકમપણે ટકી રહેવું. એ ઓછું દુષ્કર છે ? નહિ જ. પહેલું સત્ય પછી સમુદાય
સત્ય પહેલું કે સમુદાય પહેલે? નીતિ પહેલી કે વ્યાપાર પહેલે ? પણ તમને