Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૮"અંક ૨૪ તા. ૧૩-૨-૬
અમારે બધાને સાથે લઇને ચાલવાનું છે એટલે કરાવમાં સુંધ કરી જે વર્ષે જે સમુદાયના સાધુ-સાધ્વી ભગવંતો હોય તેમની નિશ્રામાં તે જે આરાધના કરાવે તે આરાધના કરવાનો નિર્ણય કર્યો છે. આ લખાણ પણ એમનું કેટલું સત્યથી વેગળું છે ?, શું ટ્રસ્ટીઓ કે સંઘના લે કે અચલગરછના સાધુસાધ્વી મારુ, સાંગલીમાં કરે, તે તેમની નિશ્રામાં તેઓ જે આરાધના કરાવે તે આરાધના કરવાના છે ? તપાગચ્છીય લેકે તપાગચ્છની પ્રતિકણુણ વિધિ છેડીને અચલ ગચ્છની વિધિ પ્રમાણેનું પ્રતિક્રમણ કરશે ખરા ? અચલગચ્છવાળા તપાગચ્છની વિધિ પ્રમાણેનું પ્રતિક્રમણ કરે છે ખરા? ભાદરવા સુદ-૫ ની સંવત્સરી તપગચ્છના લેકે કરશે ખરા? અચલગચ૭વાળા ભાદરવા સુદ-૪ ની સંવત્સરી કરે છે ખરા ? આ ઠરાવ, કર્યા બાદ એકબીજા એકબીજાની વિધિ પ્રમાણેની આરાધનાઓ કરશે ખરા ? આ બનવાનું જ નથી. માટે ઉપરોક્ત નિર્ણય માત્ર નિર્ણય જ છે. અંદરથી પોલંપોલ જ છે. નકકર નિર્ણય છે જ નહિ. સાંગલી સંઘમાં સહુ પિતપિતાનું જ કરવાના છે. એટલે ટ્રસ્ટીઓને આ નિર્ણય ખરેખર બગસ જ છે. આવા નિર્ણય થાય જ નહિ, અજ્ઞાન અને અણઘડ માણસે આવા નિર્ણ કરે. નિર્ણય તે શાસ્ત્રના અનુસારે જ આરાધના કરવાના કરાય અને કરવા જોઈએ.
સાંગલી સંઘના ટ્રસ્ટીએ ઠરાવની પત્રિકામાં વળી છેલ્લે છેલે લખે છે કે,
વળી બધા ૫ ગુ. ભ. સાથે મળીને વર્તમાન જૈન સંઘમાં ચાલી રહેલા વાદ વિવાદો શીઘ દૂર કરે એવી અમારી હૃદયપૂર્વકની ઉત્કટ ભાવના છે.' આ વિષયમાં મારે એજ જણાવવું છે કે જેન સંઘમાં ચાલી રહેલા વાદવિવાદ દૂર થાય એવી તમારી કેવળ હૃદયપૂર્વકની ઉત્કટ ભાવના શું કામની ? સાંગલીના ટ્રસ્ટીઓએ એ માટે તનતોડ પ્રયત્ન પણ કરવું જ જોઈએ ને? અને સાથે એ પણ ધ્યાનમાં લેવું જોઇએ કે શાસ્ત્રને અનુસરીને વાદ-વિવાદ દૂર થાય તે જ સાચી એકતા થઈ ગણાય. શાસ્ત્રને બાજુમાં મુકીને વાતે કરવાથી કયારે ય વાદ-વિવાદ બંધ થાય નહીં, કરાવાય પણ નહિ અને કરાવાય તે જૈન સંઘમાં વાસ્તવિક એકતા કે સંપ ન થાય તે શંભુમેલ જ થયે ગણાય.
બીજુ જે ટ્રસ્ટીઓ એકપક્ષીય ફરાવ કરીને પિતાના સંઘમાંજ વાદ-વિવાદ ઉભા કરતા હોય અને પોતાની ભૂલને સુધારવાના બહાને બી જાની ઉપર પિતાના જેવી જ ભુલ , કરવાને જુદ્દો આપ કરીને બીજ સંઘને કલંકિત કરવાની દુષ્ટ અને ભાવનામાં રમતા હોય એ સાંગલી સંઘના ટ્રસ્ટીઓ વાદ-વિવાદ દૂર કરવાની ભાવના ધરાવે અને તે પણ પાછી ઉત્કટ એ વાત ક્યા ડાહ્યા માણસના મગજમાં બેસે?