Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
– જ્ઞાન ગુણુ ગંગા -
--પ્રજ્ઞાંગ
– શ્રી તીર્થંકર પરમાત્માને દાનવિધિ – - પ્રથમ સૌધર્મેદ્રની આજ્ઞાથી ધનદ નામને લોકપાલ આઠ ક્ષણમાં નીપજવેલા ૧૬ માસા પ્રમાણવાલા, શ્રી જિનેશ્વરના પિતાના નામથી અંકિત અને સાંવત્સરિક દાનને યોગ્ય એવા સેનેથા વડે શ્રી જિનેટવર દેવના ભંડારોને પૂરે છે, શ્રી તીર્થંકર પરમાત્મા રોજ સૂર્યોદયથી મધ્ય રાત સુધી (કેટલાક આચાર્યો કહે છે કે સૂર્યોદયથી છ ઘડી પછી પરિપૂણ પ્રહર સુધી દાન આપે) પ્રતિદિન એક ક્રોડ અને આઠ લાખ સે યાનું દાન આપે છે. શ્રી આવશ્યકમાં કહ્યું છે કે એક સંવત્સરમાં શ્રી જિનેશ્વર ભગવંત ત્રણ અઠયાસી કોડ અને એંશી લાખ (૩૮૮,૮૦,૦૦,૦૦૦) સેને યાનું દાન આપે છે. - તે દામ સમયે ઉત્પન થતા અતિશયે.
ભગવાન જ્યારે સુવર્ણની સૃષ્ટિ ભરીને દાન આપે છે ત્યારે સૌધર્મેન્દ્ર તે ભગવાનના જમણા હાથમાં મહાશકિત સ્થાપન કરે છે, કે જેથી તેમના હાથને જરા પણ ખેત ઉત્પન્ન ન થાય, અનંતવીર્યવાળા ભગવાનના હાથમાં ઈન્દ્ર શક્તિનું સ્થાપન કરે છે એ અયુત છે તેવી શંકા નહિ કારણ કે ભગવાન અનંતવીર્યવાળા હોવા છતાં પણ સૌધર્મેન્દ્ર ને તે કહ૫-આચાર છે અને પિતાની ભકિત દેખાડવા કરે છે. : તે સમયે ઈશાને સુવર્ણરત્નમય દંડને ગ્રહણ કરી વચમાં ગ્રહણ કરતાં બીજા સામાનિક દેવતાને વજે છે અને જે દાન પામવાના છે, તેમને શ્રી જિનેશ્વરના હાથથી દેવરાવતાં છતાં લેકે પાસે કહેવરાવે છે કે હે પ્રભુ! મને આપ.” ચમરેન્દ્ર અને બલીન્દ્ર લેકેના લાભને અનુસાર પ્રભુના દાનની મુષ્ટિ પૂરે છે અને દેવરાવે છે. ભવનપતિ દેવતાઓ દાન ગ્રહણ કરનારા ભરતક્ષેત્રના મનુષ્યને ત્યાં લાવે છે. વ્યંતર દેવતાઓ તે મનુષ્યને પિતાને સ્થાને પહોંચાડે છે. જ્યોતિષી દેવતાએ વિદ્યારે તે દાન ગ્રહણ કરાવે છે. વળી ઈ-દ્રો પણ તે પ્રભુના દાનને ગ્રહણ કરે છે, કારણ કે તે દાનના પ્રભાવથી દેવલોકમાં બાર વર્ષ પર્યત કઈ પણ જાતને કલેશ ન થાય. મેટા ચક્રવતી રાજાએ પણ પિતાને ભંડાર અક્ષય કરવા માટે તે દાનને ગ્રહણ કરે છે, જેથી પ્રમુખ ગૃહસ્થ પિતાની યશ* કીર્તિની વૃદ્ધિને માટે અને રાંગી-પુરૂષે પોતાના મૂળ રોગની હાનિ થવાને માટે તેમજ
બાર વર્ષ સુધી ન રોગ ઉત્પન ન થાય માટે દાન ગ્રહણ કરે છે. સર્વ ભવ્યજી એ દાનને વેગ પ્રાપ્ત કરી પિતાના વાંછિત અર્થની સિદ્ધિ થવા માટે ભગવાનના હાથે દાન ગ્રહણ કરે છે પણ અભવ્ય આત્માએ કદિ તે દાન પામતા નથી, '