Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
એક ચિંતન
–પ્રજ્ઞાંગ
-
..
“ઘમ સમો નથિ નિ િવાને વૈ િનથિ '
આત્માનું એકાતે કલ્યાણ ઇચ્છનારા પરમોપકારી પરમર્ષિઓ ભિન્ન ભિન્ન પ્રકારે 8 હિતશિક્ષારૂપી પ્રસાદને આપવામાં જરાપણ કમીના રાખતા નથી અને જે આત્માઓ છે તે પ્રસાદને ઝીલે છે તેઓ કૃતકૃત્ય થઈ આત્મ કલ્યાણને સાધે છે. આવી જ સુંદર ! શિખામણની સુખડી આપતા ઉપકારી મહાપુરુષ અ૮૫ શબ્દોમાં સમજાવે છે કે- “ધર્મ છે સમાન નિધિ નથી અને ધ સમાન બીજો શત્રુ નથી. - આ અસાર એવા સંસારમાં જે સારભૂત વસ્તુ હોય તે તે એક માત્ર શ્રી જિનેશ્વર દેવ કથિત ધર્મ જ છે. પુણ્યયેગે પ્રાપ્ત થતાં દુનિયાના નિધિને તે ક્ષય પણ પામે અને તે અહીં રહી જાય અને તેને મૂકીને આત્મા એક ચાલ્યા જાય છે. ચક્રવર્તીના નવનિધિ પણ અહીં જ રહી જાય છે અને ચક્રવત્તીને પણ મરવું પડે છે તે તેવા અસ્થિર–ક્ષણિક એવા નિધિને માટે કે પ્રયત્ન કરે?
જ્યારે ભગવાનની આજ્ઞા મુજબ કરાતે એ જે ધર્મ એ અક્ષય નિ બને છે જે કયારે ય ખાલી થતું નથી કે નાશ પામતું નથી પણ જીવની સાથેને સાથે જ રહે છે. તે ખરેખર બુદ્ધિશાલી તે જ કહેવાય જે શાશ્વત એવા નિધિને મેળવવા પ્રયત્ન કરે.
ધર્મ નિધિ ત્યારે જ પેદા થાય કે હયાથી ધર્મ ઉપર સાચી પ્રીતિ જમે કેછે “આ ભગવાનને ધર્મ જ મારા માટે આધાર છે, શરણ છે, રક્ષણહાર છે. આવી પ્રીતિ છે છે ઉત્પન્ન કરવામાં જે શત્રુભૂત હેય તે કેધ છે. કેમકે, કહ્યું છે કે “કેહે પીઈ પણાઈ ! છે અર્થાત ક્રોધ એ પ્રીતિને નાશ કરે છે. દુનિયામાં પણ બહુક્રોધીને લોક “દુર્વાસા” ની ૧
ઉપમા આપે છે અને ચંડપ્રકૃતિવાળાને લોક સે ગજ છેટેથી નમસ્કાર કરે છે અર્થાત ન છે તેનાથી દૂર જ રહે છે. ક્રોધી માણસના શત્રુ કેણ નહી હોય તે જ કહેવાય નહિ. છે. { તે આત્મા વાત-વાતમાં શત્રુઓને વધારી મૂકે છે. કા ધી આત્મા શારીરિક અને છે 5 અત્મિક બંન્ને રીતના નુકશાન પામે છે માટે કોઇ સમાન કેઈ જ શત્રુ નથી. શત્રુને ? શત્રુ ઓળખી તેની પાસેથી પોતાનું કામ કઢાવે તે જ સાચે સમજુ કહેવાય અને તે 1 આવી સમજ આપવાનું કામ ધર્મ કરે છે. માટે ઘમરૂપ અક્ષય નિધિને પામવા ક્રોધ રૂપી શત્રુને વશ નહિ થતા તેને વશ કરી આપણું કાજ સિદ્ધ કરવું તેમાં જ બુદ્ધિ મત્તા છે. સૌ આવી બુદ્ધિમત્તાને કેળવી. ધર્મ નિધિના સાચા સ્વામી બને તેજ મંગલકામના '