Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
હું ત્રણ મહાનુભાવોને ખુલ્લો પત્ર છે
નહo હવા હવા હર હowહeo - - ધર્મપ્રેમી શ્રી લલિતમાર રતનચંદ કટારી
ધર્મપ્રેમી શ્રી અમૃતલાલ મોહનલાલ શાહ (ગળાવાળા) ધર્મપ્રેમી શ્રી કેશવલાલ મોતીલાલ સાદર પ્રણામ
વિશેષ આપના તરફથી પ્રસિદ્ધ થયેલે પૂજય ગુરૂભગવંતે પરને પત્ર અને ચંદનબાળામાં થયેલા જાહેર શાસ્ત્રાર્થને ટુંકે અહેવાલ હમણાં જ અમારા વાંચવામાં આવ્યું. આપની સમજ પ્રમાણેની જુઠી વિકૃત રજુઆત સામે સાચી અને અવિકૃત રજુઆત માટે આપ મહાનુભા તરફથી બહાર પાડવામાં આવેલ એ પત્રિકાથી આપ એ વાત તે સ્વીકારે છે કે જુઠી અને વિકૃત હકીકત સામે સારી અને અવિકૃત હકીકત બહાર મૂકવી તેમાં કોઈ પણ પ્રકારને અપપ્રચાર કે શાસનની હીલના થતી નથી, તેથી અમે આનંદ અનુભવીએ છીએ. જે એક પક્ષને આપ ના પત્રમાં નિર્દેશ કરી તેના ઉપર અપપ્રચાર અને શાસનહીલનાને આપે આક્ષેપ મૂક્યા, તે પક્ષે પણ આપે આ જે કર્યું તેનાથી જુદું કયારે પણ કશું કર્યું નથી, છતાં તેના પર જાહેરમાં આ આક્ષેપ મૂકે તે આપ જેવા સજજને માટે શોભાસ્પદ ન ગણાય.
છેલ્લા એક દાયકાના ઇતિહાસ સામે નજર નાંખી કઈ જાતના પૂર્વગ્રહ વિના આપ તટસ્થતાથી વિચારશે તે જણાશે કે- વિ. સં. ૨૦૪૨ ને પટ્ટક, વિ. સં. ૨૦૪૪ 'ના સંમેલનીય નિણયે, “ધાર્મિક વહીવટ વિચાર” પુસ્તકની પ્રથમવૃત્તિ, ત્યા બાદ બીજી અને ત્યારબાદ ત્રીજી– આમ લગભગ દર બબ્બે યા એકાદ વર્ષના અંતરે અસત્ય અને અશાસ્ત્રીય નિર્ણયના પ્રચારના હુમલા કરવામાં આવ્યા, તે તે સમયે જે પક્ષને તમે હલકા બિરૂદથી નવા છો તે પક્ષે તમારી જેમ જ સત્યતા પૂર્વ અસત્યના પ્રતિકાર સિવાય બીજું કશું કર્યું નથી. દરેક વખતે વિવાદની પહેલ કેણે કરી, તે આપ શાંતિથી વિચારશો.
ચંદનબાળા વાર્તાલાપના અહેવાલમાં આપે લખ્યું છે કે ત્રણ મુદ્દા નકકી કર્યો તેમાં પહેલાં મુદ્દાની ચર્ચામાં જ મીટીંગ પૂરી થઈ ગઈ અને આ વાત આપની સાચી જ છે. પરંતુ, ગુરૂ ભગવંતે પરના પત્રમાં આપે જણાવ્યું છે કે “આખા વાર્તાલાપના અંતે તટસ્થપણે વિચારનાર સી કેઇને એ વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે દેવદ્રવ્ય વગેરે