Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
૧૦૨
-
"
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
સાસુધર્મની ભાવના થવાથી સંસારથી વિરક્ત, સંવિગ્નાક્ષમાં જ અનુરક્ત-, સર્વત્ર મમતા રહિત, કેઈને પણ પીડા ન થાય તેમ વર્તનારે તેથી જ વિશેષ વિશેષ વિશુધ્ધ થતા પરિણામથી યુક્ત એવા ગુણવાળે થઈ માતા-પિતા, વડિલાદિ કોઈને પણ જરાપણ દુખ ન થાય તેમ વિધિ પૂર્વક સમ્યફ ચારિત્ર ધર્મને સવીકાર કરવા માટે યત્ન કરે. પિતાપ એ ચારિત્ર ધર્મ અંગીકાર કરવામાં વિનરૂપ છે. તેથી એ પરોપતાપ, ધર્મને સ્વીકાર કરવામાં ઉપાયભૂત નથી. કેમકે, પરિપતાપ એ અકુશલ આરંભરૂપ છે અને અકુશલ આરંભથી કયારે પણ સાચું હિત થાય જ નહિ. એટલે કે ધમને સ્વીકાર કરવામાં પરે પતાપ કરે તે જ અકુશલ આરંભ છે અને તેના વિના મેટે ભાગે બીજું વિનભૂત સંભવી શકતું નથી, છે જે પરતાપને આગળ ધરવામાં આવે તે કયારે પણ કોઈ જીવ પિતાનું સાચું આત્મહિત સાધી શકશે જ નહિ. તેથી તે પર પતાપને દૂર કરવા માટે કહે છે કેકોઈપણ પ્રકારે કર્મની વિચિત્રતાને લીધે માતા-પિતાદિ જે પ્રતિબંધ ન પામ્યા હોય તે પ્રથમ તેમને પ્રતિબંધ પમાડવા જોઈએ. જો કે મોટે ભાગે મહાસત્વશાળી એવા જીના માતા-પિતાદિ ધર્મ સમજેલા જ હોય છે. છતાં ય કમની વિચિત્રતાથી તેઓ પ્રતિબંધ ન પામ્યા હોય તે અનંતજ્ઞાનીઓની આજ્ઞા મુજબ પ્રતિબોથ પમાડવા કહેવું કે
હે માતા-પિતા! આ મનુષ્યભવનું જીવિત ઉભયલેકમાં સફળ થાય તે જ પ્રશંસા કરવા લાયક બને છે. તથા સમુદાયે કરેલાં-બધાએ ભેગા થઈને કરેલાં શુભ કર્મો બધાને સાથે જ ફળ આપનાર થાય છે. જે આપણે બધા સાથે મળીને શુભ કર્મો નહિ કરીએ તે આ સંસારમાં ભની પરંપરા વડે આપણા બધાને લાંબા કાળનો વિયોગ થશે. અર્થાત એક વૃક્ષ ઉપર રહેનારા પક્ષીઓની સમાન આપણું ચેષ્ટિત થશે કહ્યું છે છે-“એક વૃક્ષ ઉપર રાત્રે આવીને નિવાસ કરતાં અને પ્રાત:કાળે ઉડીને જતા રહેતા પક્ષીઓની જેમ આ સંસારમાં જેને સંયોગ થાય છે.”
આ જ વાતને વધુ સ્પષ્ટ કરતાં કહે કે- “મૃત્યુ ભયંકર છે, આયુષ્ય પૂર્ણ થયે ખુદ શ્રી તીર્થંકર પરમાત્માએ પડ્યું તેને એક ક્ષણ પણ રોકી શકવા સમર્થ નથી, વળી આ કાળમાં તે જીવેના આયુષ્ય અલ્પ હોવાથી આપણું નજીકને નજીક રહેલું છે. શાત્રે આ મનુષ્યભવને ફરીથી મળ અતિ દુર્લભ કહ્યા છે. સમુદ્રમાં પડી ગયેલું ચિંતામણિરત્ન મેળવું દુર્લભ છે-કદાચ દેવની સહાયથી તે રત્ન મલી પણ જાય. જયારે એકવાર આ મનુષ્યભવ હારી ગયા પછી તે કયારે ફરી આવી ધમસામગ્રીવાળ મળે તે કહેવાય નહિ. વખતે અનંતકાળ પણ નીકળી જાય માટે આ ભવ મહા દુર્લભ છે. મનુષ્યભવ વિના બીજા પૃથ્વીકાયાદિ ભમાં જ જીવને માટે ભાગ પસાર થયેલ છે,