________________
२६०
कथाद्वात्रिंशिका ९ - २०, २१
धर्मार्थकामाः कथ्यन्ते सूत्रे काव्ये च यत्र सा । मिश्राख्या विकथा तु स्याद् भक्त - स्त्री- देश - राड्गता ।। २० ।। धर्मेति । यत्र सूत्रे काव्ये च धर्मार्थकामा मिलिताः कथ्यन्ते सा मिश्राख्या कथा, सङ्कीर्णपुरुषार्थाभिधानात् । विकथा-कथालक्षणविरहिता तु स्यात् भक्त स्त्री-देश- राड्गता भक्तादिविषया । यदाह'इत्थकहा भत्तकहा रायकहा चोरजणवयकहा य ।
નડ-નટ-નળ-મુટ્ટિયહા ૩ સા મવે વિહા ।।”(.વૈ.નિ.૩/૨૦૧) || ૨૦|| प्रज्ञापकं समाश्रित्य कथा एता अपि क्रमात् ।
अकथा विकथा वा स्युः कथा वा भावभेदतः ।। २१ ।।
प्रज्ञापकमिति । प्रज्ञापकं= वक्तृपुरुषविशेषं समाश्रित्य एता - उक्तलक्षणाः कथा अपि (क्रमात्) अकथा विकथाः कथा वा स्युः, भावभेदतः = आशयवैचित्र्यात् सम्यक्श्रुतादिवत् । तत एव पुरुषार्थप्रतिपत्त्यभावતથાસ્વભાવે=સ્વરૂપથી જ લાભકર્તા છે, એમ વિષ નથી, એ તો વૈદથી સંસ્કાર કરવામાં આવેલ હોય તો જ હિતકર બને છે. એ રીતે શ્રોતાની કક્ષા અનુસાર અધિકા૨ી ધર્મકથી દ્વારા યોગ્ય રીતે કહેવાતી વિક્ષેપણી કથા જ હિતકર બને છે. ॥ ૧૯ || (હવે ક્રમપ્રાપ્ત મિશ્રકથા કહે છે -)
ગાથાર્થ : જે સૂત્રમાં અને કાવ્યમાં ધર્મ-અર્થ-કામની વાતો કહેવાય છે તે મિશ્રકથા જાણવી. ભક્ત (ભોજન), સ્ત્રી, દેશ અને રાજાના વિષયમાં ગયેલી કથા વિકથા છે.
ટીકાર્થ : જે સૂત્રમાં અને કાવ્યમાં ધર્મ, અર્થ અને કામ ભેગા કરાયેલા કહેવાતા હોય છે તે મિશ્રનામની કથા છે, કારણ કે એ સંકીર્ણ પુરુષાર્થને જણાવે છે. ભોજન, સ્ત્રી, દેશ અને રાજા સંબંધી કથા એ વિકથા છે, કારણ કે એ કથાના લક્ષણથી રહિત હોય છે. શ્રીદશવૈકાલિકનિર્યુક્તિ (૩-૨૦૭)માં કહ્યું છે કે-સ્ત્રીકથા, ભોજનકથા, રાજકથા, ચોરકથા, જનપદકથા, નટકથા, નર્તકકથા, જલ્લકથા ચામડાનું દોરડું શરીર પર બાંધીને ખેલ કરનારની કથા અને મુષ્ઠિક કથા=મલ્લકથા.. આ બધી વિકથા છે.
વિવેચન : જે કથામાં કે કાવ્યમાં ધર્મ-અર્થ અને કામ આ ત્રણેની વાતો હોય એ મિશ્રકથા છે. આ કથાના સ્વરૂપને આશ્રયીને મિશ્રકથા છે. ફળને આશ્રયીને વિચારીએ તો કથા શ્રોતાને જેની પ્રેરણા કરે એ મુજબ અર્થકથા વગેરે બની શકે છે. એટલે કે જો અર્થ પુરુષાર્થ, કામપુરુષાર્થ કે ધર્મપુરુષાર્થમાં આગળ વધારે તો એ મુજબ એ અર્થકથા, કામકથા કે ધર્મકથા બની શકે છે. બધાની જ પ્રેરણા કરે તો મિશ્રકથા જ રહે છે.
જે કથા શ્રોતાને અધિકૃત પુરુષાર્થથી વિમુખ કરે એ વિકથા કહેવાય છે. આ વિકથાના ભક્તકથા, સ્ત્રીકથા, દેશકથા અને રાજકથા-આમ ચાર પ્રકારો પ્રસિદ્ધ છે. | ૨૦ || (પ્રજ્ઞાપકના ભાવને આશ્રયીને ભેદ દર્શાવે છે-)
ગાથાર્થ : પ્રજ્ઞાપકને આશ્રયીને આ કથાઓ પણ ભાવભેદે ક્રમશઃ અકથા, વિકથા કે કથા બને છે. ટીકાર્થ : ઉક્તસ્વરૂપવાળી આ કથાઓ પણ તે તે વક્તાપુરુષરૂપ પ્રજ્ઞાપકની અપેક્ષાએ સમ્યક્શ્રુતાદિની જેમ ભાવભેદે=આશયભેદે અકથા, વિકથા કે કથા બની જાય છે, કારણ કે એ કથાથી જ પુરુષાર્થ સ્વીકા૨નો