________________
२५८
कथाद्वात्रिंशिका ९ -१६, १७
स्तोकस्यापि प्रमादस्य परिणामोऽतिदारुणः । वर्ण्यमानः प्रबन्धेन निजन्या रसः स्मृतः ।। १६।। સ્તોવસ્થાગતિ સ્પષ્ટ: II 9૬ आदावाक्षेपणीं दद्याच्छिष्यस्य धनसन्निभाम् । विक्षेपणीं गृहीतेऽर्थे वृद्ध्युपायमिवादिशेत् ।। १७।।
કથાનો રસ જણાવે છે –).
ગાથાર્થઃ અલ્પ પણ પ્રમાદનો, વિસ્તારપૂર્વક વર્ણન કરાતો અતિદારૂણ પરિણામ એ નિર્વેજની કથાનો રસ કહેવાયો છે.
ટીકાર્ય : ગાથાર્થ સ્પષ્ટ છે.
વિવેચનઃ અલ્પ પણ પ્રમાદનો પરિણામ અતિદારૂણ આવે છે. એની દારૂણતાનું વિસ્તારથી અસરકારક વર્ણન એ આ કથાનો રસ છે. અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન, રાગ, દ્વેષ, મતિભ્રંશ, ધર્મમાં અનાદર અને મનવચન-કાયાનું દુષ્પણિધાન (દુષ્યવૃત્તિ)... એમ આઠ પ્રકારે પ્રમાદ છે. અથવા, મધ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા એ પાંચ પ્રમાદ છે. આમાંનો કોઈપણ પ્રમાદ જીવને ભવિષ્યમાં કેવો અકલ્પનીય રીતે ભારે પડી જાય છે? એનું વર્ણન આ કથામાં કરવામાં આવે છે. એ જાણીને નિર્વિણ થયેલો સાધક, સાધનામાર્ગે ચડ્યા પછી પણ અનાદિસંસ્કારવશાત્ સેવાતા પ્રમાદને ખંખેરવા ઉત્સાહી બને છે. આમ શ્રોતાને અપ્રમત્તસાધનામાર્ગે જોડતી હોવાથી આ ધર્મકથા છે.
ત્રીજી સંવેજની ધર્મકથા અંગે અન્યત્ર ગ્રન્થોમાં પુણ્યના ફળોનું વર્ણન એ સંવેજની કથા એવી પણ વાત આવે છે. એટલે કે ધર્મના ફળરૂપે ત્રણ રત્નની આરાધનાના ફળ તરીકે શ્રી તીર્થંકરદેવ, ગણધરદેવો, ઋષિઓ, ચક્રવર્તી-બળદેવ-દેવ-વિદ્યાધર વગેરેની ઋદ્ધિઓનું વર્ણન કરવા દ્વારા શ્રોતાને રત્નત્રયની આરાધનારૂપ ધર્મમાર્ગે આકર્ષવો એ સંવેજની ધર્મકથા છે. શ્રી દશવૈકાલિક સૂત્રની ચૂર્ણિમાં પણ કહ્યું છે કે-અથવા શુભકર્મોના વિપાકના વર્ણન દ્વારા સંવેગને ઉત્પન્ન કરનારી કથા એ સંવેજનીકથા.
એટલે કે શ્રોતાને શુભકર્મોના ફળના વર્ણન દ્વારા આરાધના માર્ગે આકર્ષતી કથા એ સંવેજની કથા અને અશુભ કર્મોના વિપાકના વર્ણન દ્વારા પાપત્યાગરૂપ ધર્મમાર્ગે આકર્ષતી કથા એ નિર્વેજની કથા એવો અર્થ મળશે. || ૧૦ | (આમ ધર્મકથાના ચાર પ્રકાર બતાવ્યા. હવે કથાનો ક્રમ દર્શાવે છે-)
ગાથાર્થ : શિષ્યને પહેલાં ધન જેવી=મૂડી જેવી આક્ષેપણી કથા કહેવી. એનો અર્થબોધ થયે ધનવૃદ્ધિના=વ્યાજના ઉપાય જેવી વિક્ષેપણી કથા કહે.
ટીકાર્થઃ ગાથાર્થ સ્પષ્ટ છે. તે ૧૭ | (મૂડી અને વ્યાજની સમજણ આપે છે -)
ગાથાર્થ : આક્ષેપણથી આવર્જિત થયેલા જીવો સમ્યક્તને ભજનારા થાય છે. વિક્ષેપણીથી તો ભજના છે અથવા અતિદારુણ મિથ્યાત્વ થાય છે.
ટીકાર્થ: આપણી કથાથી આવર્જિત થયેલા જીવો જો પ્રતિકૂળ કાળ વગેરે રૂ૫ પ્રતિબંધક ન હોય, તો