________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
२५७ चतुर्भङ्गीमिति । या कथा पापकर्मविपाकं प्रेत्येहफलसंश्रयां = इहलोक-परलोकभोगाश्रितां चतुर्भङ्गीं समाश्रित्य ब्रूते, सा तु निर्वेजनी चतुर्भिरेव भङ्गः प्रतिपाद्यमानैश्चतुर्विधेति भावः । अत्रायं सम्प्रदाया-'इदाणिं निव्वेदणी-सा चउव्विहा पन्नत्ता । तं जहा-इहलोए दुच्चिन्नाइं कम्माइं इहलोए दुहविवागसंजुत्ताइ भवंति । (१) तं जहा-चोराणं पारदारियाणं एवमादी एसा पढमा निव्वेदणी । (२) इदाणिं बितिया निव्वेदणी-इहलोए दुच्चिण्णा कम्मा परलोए दुहविवागसंजुत्ता भवंति, तं जहा-नेरइयाणं अन्नंमि भवे कयं कम्मं निरयभावफलं देइ, एसा बितिया निव्वेयणी । (३) इयाणिं ततिआ निव्वेदणी-परलोए दुच्चिन्ना कम्मा इहलोए दुहविवागसंजुत्ता भवंति। कहं ? जहा-बालप्पभितिमेव अंतकुलेसु उप्पन्ना खय-कोढाइएहिं रोगेहिं दारिदेण य अभिभूया दीसंति, एसा ततिया निव्वेदणी । (४) इदाणिं चउत्था निव्वेदणी-परलोए दुच्चिन्ना कम्मा परलोए दुहविवागसंजुत्ता भवंति । कहं ? जहा-पुव्विं दुच्चिन्नेहिं कम्मेहिं जीवा संडासतुंडेहिं पक्खीहिं उववज्जंति, तउ ते नरयप्पाओग्गाणि कम्माणि असंपुन्नाणि ताए जातीए पूरिंति, पूरिऊण नरयभवे वेदिति, एसा चउत्था निव्वेयणी गया । एवं इहलोगो परलोगो य पण्णवयं पडुच्च भवति । तत्थ पन्नवयस्स मणुस्सभवो इहलोगो, सेसा उ तिणि वि મક પરત્નો” (તશર્વે વૃ.વિ..રૂ) 94 IT.
પણ ચાર પ્રકાર છે. એ હવે જણાવે છે.)
ગાથાર્થ આલોક-પરલોકના ફળની અપેક્ષાએ થતી ચઉભંગીને આશ્રયીને જે કથા પાપકર્મવિપાકને કહે છે, તે વળી નિર્વેજની કથા છે.
ટીકાર્થ : જે કથા પાપકર્મના વિપાકને આલોકમાં મળતા ફળની અને પરલોકમાં મળતા ફળની અપેક્ષાએ થતી ચતુર્ભાગીને આશ્રયીને કહે છે, તે નિર્વેજની કથા, કહેવાતા ચાર ભાગાના કારણે જ ચાર પ્રકારની (હોય) છે એમ ભાવ છે. આ વિષયમાં આવો સંપ્રદાય છે-(દશવૈ. અધ્ય-૩ વૃદ્ધ વિવરણ)
(૧) આલોકમાં કર્મ-આલોકમાં ફળ-આ લોકમાં ચોરી વગેરે પાપ કરનારને આ ભવમાં જ એનું ફાંસીજેલ વગેરે જે દારૂણ ફળ મળે છે, એનું વર્ણન કરતી કથા.
(૨) હવે બીજી નિર્વેજની-આલોકમાં કર્મ-પરલોકમાં ફળ-આલોકમાં ચોરી વગેરે પાપ કરનારને પરલોકમાં નરકાદિની જે ભયંકર યાતનાઓ વેઠવી પડે છે, એનું વર્ણન કરતી કથા.
(૩) હવે ત્રીજી નિર્વેજની-પરલોકમાં કર્મ-આલોકમાં ફળ-પૂર્વભવમાં એવા પાપ બાંધી આવેલા હોય કે જેના કારણે આ ભવમાં બાલ્યકાળથી જ ક્ષય-કોઢ વગેરે ગંભીર રોગથી પીડાતા હોય-હલ્કા નીચ કુળમાં દારૂણ ગરીબાઈથી રીબાતા હોય એનું વર્ણન કરવું એ આ ત્રીજી નિર્વેજની કથા છે.
| (૪) હવે ચોથી નિર્વેજની-પરલોકમાં કર્મ-પરલોકમાં ફળ-પૂર્વભવમાં એવા પાપ આચર્યા હોય જેના કારણે કાગડા-ગીધ વગેરેનો જન્મ મળે. એમાં વળી નરકપ્રાયોગ્યકર્મ જે અધૂરા હતા તે પૂરા કરે છે. અર્થાત્ જૂરકર્મ આચરીને નરકમાયોગ્ય કર્મ બાંધી નરકમાં ભયંકર વેદનાઓ વેઠવા માટે ઉત્પન્ન થાય. આ બધું વર્ણન કરવું એ ચોથી નિર્વેજની કથા છે.
આ કથાના પ્રકારોમાં આલોક-પરલોક એ પ્રજ્ઞાપકની (વક્તાની) અપેક્ષાએ છે. એટલે પ્રજ્ઞાપક મનુષ્ય હોવાથી મનુષ્યગતિ એ આલોક છે અને એ સિવાયની શેષ ત્રણ ગતિઓ એ પરલોક છે. તે ૧૫ || (નિર્વેજની